ગુજરાતઃ શાળા બંધ હતી તો બગીચામાં ભણાવ્યા, બન્યા ગરીબ બાળકોના પસંદગીના ટીચર

PC: aajtak.in

અમદાવાદના જોધપુર વિસ્તારમાં આઈઈસ ગોકુલ આવાસની સામે કિનારે કપડું પાથરીને બાળકોને ભણાવતી એક ટીચર જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલની જ મિત્તલ પંડ્યા આજકાલ બાળકોની પસંદગીની ટીચર બની ગઈ છે. અસલમાં છેલ્લા દોઢ વર્ષથી જ્યારથી કોરોનાના કારણે શાળાઓ બંધ છે. જેના કારણે માતા પિતા બાળકોને શાળાએ મોકલી નથી રહ્યા પરંતુ એવા પણ બાળકો છે કે ગરીબ માતા પિતાના , જેમને બે ટંકનું ખાવાનું મુશ્કેલ છે તેમના માટે ઓનલાઈન ભણવું ઘણું અઘરું થઈ ગયું છે.

આવી ગરીબીની હાલતમાં આ બાળકોનું સ્માર્ટફોન પર ભણવું શક્ય નથી. છેલ્લા એક વર્ષથી આ બાળકોનું ભણવાનું અટકી પડ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા હવે આવા બાળકોના ભણતર માટે જાતે ટીચરો તેમના ઘરે અથવા તો ખુલ્લી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સીંગ રાખીને ભણાવી રહ્યા છે જેથી તેમનું ભણતર અટકે નહીં.

આ બાળકો માટે ઘણો અલગ અનુભવ હતો. અસલમાં આ બાળકો એવા બાળકો છે જેમના માતા પિતા પાસે સ્માર્ટફોન નથી અથવા તો તેઓ ખરીદી શકે તેટલી આવકન નથી. તેવામાં મિત્તલ પંડ્યા બાળકોને ભણાવવા આવે છે. તેમના એક વિદ્યાર્થી તુષાર ચૌહાણે કહ્યું છે કે અમને ઘણું સારું લાગે છે કે ટીચર અમને અહીં ભણાવવા માટે આવે છે, અમારી પાસે મોબાઈલ નથી, તેવામાં અમારું ભણવાનું અટકી ગયું હતું. પરંતુ હવે ટીચર આવતા હોવાથી અમારું ભણવાનું ચાલે છે.

ગરીબ બાળકોને આ રીતે ભણવામાં મદદ કરનારા દિેનશ દેસાઈ કહે છે કે કોરોનામાં લોકાડઉનને કારણે તેમનું ભણવાનું બંધ થઈ ગયું હતું અને પછી તેમની પાસે સ્માર્ટફોન ન હોવાથી તેમને ભણવા પ્રત્યેનો રસ ઓછો થઈ ગયો હતો. પરંતુ હવે જ્યારે ટીચરે તેમની પાસે આવીને તેમને ફરીથી ભણાવવાનું શરૂ કર્યું છે તો તેઓ મન લગાવીને ભણી રહ્યા છે. અહીં ઓછામાં ઓછા 40 થી 50 વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. ગુજરાતમાં હાલમાં માત્ર કોલેજો અને 12મા ધોરણ માટે જ શાળાઓ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. તેમાં પણ વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાની પરવાનગીનો લેટર શાળાને જમા કરાવવો પડશે. જેઓ કોલેજ અથવા સ્કૂલે નથી જવા ઈચ્છતા તેમની પર શાળા કોઈ દબાણ નાખી શકે તેમ નથી. હજુ સુધી ગુજરાત સરકારે નક્કી નથી કર્યું કે તેઓ શાળા ફરીથી ક્યારે ખોલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp