ગુજરાતની આ યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને એક કલાક વધુ ભણાવશે

PC: indianexpress.com

કોરોના વાયરસને કારણે 21 દિવસના લોકડાઉનના સમયગાળા દરમિયાન સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં ડ્યૂટી પર રહેલા કર્મચારી તથા અધિકારીઓને પૂરેપૂરો પગાર આપની જાહેર થઈ છે. સૌરાષ્ટ્ર યનિવર્સિટીના કૉલેજના તથા ભવનના પ્રોફેસરે સમાજને એક રાહ ચિંધનારો નવો નિર્ણય કર્યો છે. જેથી આ નિર્ણય સાર્થક થઈ શકે. આ પગારનું વળતર ચૂકવવા નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને એક કલાક વધારે ભણાવવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ ખાતરી સાથે કહ્યું હતું કે, જૂન મહિનાથી શરૂ થનારા સત્રમાં માત્ર ટિચિંગ સ્ટાફ જ નહીં પણ નોન ટિચિંગ સ્ટાફ પણ એક કલાક વધારાનો સમય આપીને ફરજ અદા કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નીતીન પેથાણીએ કહ્યું હતું કે, સરકારે સરકારી કર્મચારીઓને 21 દિવસનો પગાર કામ કર્યા વગર આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પ્રોફેસરોએ એક નવી પહેલ કરી છે. મોટાભાગના પ્રોફેસરે કહ્યું હતું કે, સરકાર ઘરેબેઠા પગાર આપતી હોય તો આપણે કંઈક નવું કરવું જોઈએ. તેથી જૂન મહિનાથી શરૂ થનારા નવા શૈક્ષણિકસત્રમાં પાંચના બદલે છ કલાક ડયૂટી કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને એક કલાક વધારે શિક્ષણ મળશે. એ વધારાના એક કલાકમાં વિદ્યાર્થીઓને વધુ કંઈક નવું જાણવા મળશે. આ સાથે નોન ટિચિંગ સ્ટાફ પણ એક કલાક વધારે ઓફિસમાં રોકાશે. એક કલાકના વધારાને કારણે પ્રથમ સત્રમાં 80 કલાક વધશે.

જૂન મહિનાથી શરૂ થતું પ્રથમસત્ર 90 દિવસનું હોય છે. જેમાં સામાન્ય દિવસોમાં પ્રોફેસર 5 કલાક ડ્યૂટી કરે છે. આ સત્રમાં દસ દિવસની રજાને બાદ કરવામાં આવે તો એક સત્રમાં 400 કલાક અભ્યાસ પાછળના થાય છે. જો પ્રત્યેક પ્રોફેસર એક કલાક વધારે ભણાવે તો કામના કુલ કલાકમાં 80 કલાકનો વધારો થશે. એટલે કુલ 480 કલાકનો અભ્યાસકાળ થશે. આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને સારું એવું પ્રોત્સાહન મળી રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સૌ પ્રથમ વખત આ પ્રકારની પહેલ કરી છે જેને ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓ પણ અનુસરે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પ્રોફેસર સિવાય પણ સરકારના બીજા એકમો પણ આ પગલાંને અનુસરે તો ખરા અર્થમાં એક નવા ગુણવત્તાલક્ષી કાર્યકાળની શરૂઆત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp