UGCએ 23 યુનિવર્સિટીઓને ગેરકાયદેસર જાહેર કરી, એડમિશન લેતા પહેલા ચેક કરી લો લિસ્ટ

PC: Twitter.com

UGC (University Grant Commission)એ 23 સ્વયંભૂ અને ગેરમાન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે, જેમાં 8 ઉત્તર પ્રદેશની છે. ઉચ્ચ શિક્ષા નિયમાકે વિદ્યાર્થીઓને આ સંસ્થાઓમાં પ્રવેશ ન લેવા અંગે ચેતવણી જાહેર કરી છે.

UGCના સચિવ રજનીશ જૈને કહ્યું છે કે, મોટાપાયે વિદ્યાર્થીઓ અને લોકોને આ અંગે સૂચિત કરવામાં આવી રહ્યા છે કે, વર્તમાનમાં 23 સ્વયંભૂ, ગેરમાન્યતા પ્રાપ્ત સંસ્થાઓ UGC અધિનિયમનું ઉલ્લંઘન કરીને દેશના વિવિધ ભાગોમાં કામ કરી રહ્યા છે. જેમાં 8 ઉત્તર પ્રદેશમાં અને 7 દિલ્હીમાં છે. બાકીની કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પુદુચેરીમાં એક-એક યુનિવર્સિટી છે.

યુપીની માન્યતા રદ્દ કરાયેલી યુનિવર્સિટીઓ

વારણસેય સંસ્કૃત યુનિવર્સિટી (વારાણસી)

મહિલા ગ્રામ વિદ્યાપીઠ/ યુનિવર્સિટી (પ્રયાગરાજ)

ગાંધી હિન્દી વિદ્યાપીઠ (યુનિવર્સિટી)

રાષ્ટ્રીય ઈલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી (કાનપુર)

નેતાજી સુભાષચંદ્ર બોઝ મુક્ત યુનિવર્સિટી (અલીગઢ)

ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી (મથુરા)

મહારાણા પ્રતાપ શિક્ષા નિકેતન યુનિવર્સિટી (પ્રતાપગઢ)

ઈન્દ્રપ્રસ્થ શિક્ષા પરિષદ (નોયડા)

દિલ્હીની માન્યતા રદ્દ કરાયેલી યુનિવર્સિટીઓ

વાણિજ્યિક યુનિવર્સિટી લિમટેડ

સંયુક્ત રાષ્ટ્ર યુનિવર્સિટી

વ્યાવસાયિક યુનિવર્સિટી

એડીઆર સેન્ટ્રીક જ્યૂરીડીકલ યુનિવર્સિટી

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ

આધ્યાત્મિક યુનિવર્સિટી

સ્વરોજગાર માટે વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી

અન્ય યુનિવર્સિટીઓ

બદનગીવ સરકાર વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સોસાયટી (કર્ણાટક)

સેન્ટ જોન્સ યુનિવર્સિટી (કેરળ)

રાજા અરબી યુનિવર્સિટી (મહારાષ્ટ્ર)

શ્રી બોધી એકેડમી ઓફ હાયર એજ્યુકેશન (પુદુચેરી)

ભારતીય વૈકલ્પિક ચિકિત્સા સંસ્થાન (પશ્ચિમ બંગાળ)

વૈકલ્પિક ચિકિત્સા અને અનુસંધાન (પશ્ચિમ બંગાળ)

નામાભારત શિક્ષા પરિષદ (ઓડિશા)

ઉત્તર ઉડીશા કૃષિ અને પ્રૌદ્યોગિકી યુનિવર્સિટી (ઓડિશા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp