આ રાજ્યમાં યુનિવર્સિટી માટે ગાઇડલાઇન જાહેર, ઓક્ટોબરથી શરૂ થશે નવું સત્ર

PC: india.com

ઉત્તર પ્રદેશની દરેક યૂનિવર્સિટીઓ માટે સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. કોરોના વાયરસના કારણે રાજ્યની દરેક યૂનિવર્સિટી માટે નવી ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. તેના અનુસાર, નવા સત્રની શરૂઆત ઓક્ટોબરથી થશે. નવેમ્બર મહિનાથી અભ્યાસ શરૂ થઇ જશે અને આવતા વર્ષે એટલે કે માર્ચ 2021માં પરીક્ષાઓ યોજાશે. દરેક પોસ્ટ ગ્રેજ્યુએશન ક્લાસિસ માટે ક્લાસ 1 નવેમ્બરથી શરૂ થઇ જશે.

તો વળી કોરોના કાળમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઉત્તર પ્રદેશમાં 31 જુલાઇ સુધી દરેક શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે, આ દરમિયાન રાજ્યમાં ઓનલાઇન ક્લાસિસ ચાલુ રહેશે. તમને જણાવી દઇએ કે, આ વર્ષે દરેક રાજ્ય યૂનિવર્સિટીમાં ક્લાસિસ અને પરીક્ષાઓ કોરોના વાયરસ મહામારીના કારણે સ્થગિત કે રદ્દ કરી દેવામાં આવી છે.

રોટેશનના હિસાબે બોલાવાશે વિદ્યાર્થીઓ

પ્રેક્ટિકલ ક્લાસિસ માટે સિમુલેશન સોફ્ટવેર કે વર્ચ્યુઅલ લેબની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ છતાં પણ જે પ્રેક્ટિલ ક્લાસ માટે વિદ્યાર્થીઓનું આવવું જરૂરી છે, તેમણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરતા રોટેશનના હિસાબે બોલાવવામાં આવશે. દરેક વિભાગ વિદ્યાર્થીઓ માટે લેક્ચર રૅકોર્ડ કરીને તેને અપલોડ કરશે. ફર્સ્ટ યરમાં એડમિશન માટેની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર છે. 

કોરોના કાળમાં બોર્ડના પરિણામ આવ્યા

ઉત્તર પ્રદેશ બોર્ડે 27 જૂનના રોજ ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો જાહેર કર્યા હતા. કોરોના વાયરસ મહામારીના વચ્ચે આ વર્ષનું પરિણામ ગયા વર્ષ કરતા સારું રહ્યું છે. ધોરણ 10માં 83.31 ટકા અને ધોરણ 12માં 74.63 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

કુલ 3024632 વિદ્યાર્થી છે, જેઓ ઉત્તર પ્રદેશ બોર્ડ ધોરણ 10ની પરીક્ષામાં સામેલ થયા હતા. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 18 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2020 સુધી આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષાઓ 12 દિવસમાં સમાપ્ત થઇ ગઇ હતી. તો કુલ 2586440 વિદ્યાર્થીઓ ઉત્તર પ્રદેશ બોર્ડ ધોરણ 12ની પરીક્ષામાં સામેલ થયા હતા. ધોરણ 12ની પરીક્ષાઓ 18 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2020ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી.

કોરોના સંકટમાં પૂરી થઇ હતી પરીક્ષા

જ્યાં એક બાજુ કોરોના સંકટના કારણે CBSE અને ICSE જેના રાષ્ટ્રીય બોર્ડની પરીક્ષાઓ પૂરી કરવામાં અસમર્થ રહ્યા, તો ઉત્તર પ્રદેશ બોર્ડે ન માત્ર પરીક્ષાઓને સમય પર પૂરી કરી પણ લોકડાઉન દરમિયાન રેકોર્જ સમયમાં 1.2 લાખ શિક્ષકો દ્વારા 56 લાખ વિદ્યાર્થીઓનું 3.5 કરોડ આંસરશીટનું મૂલ્યાંકન પણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp