SBIમાં 179 પદો પર જ્યારે, SAILમાં 46 પદો પર ભરતીની જાહેરાત

PC: businesstoday.in

ભારતીય સ્ટેટ બેંકે 179 કાર્યકારી, ફીલ્ડ ઓફિસરના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્ડિડેટ્સ 20 એપ્રિલ સુધી આ પદો માટે અરજી કરી શકે છે. કેન્ડિડેટ્સ નક્કી કરેલી તારીખ સુધી એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યાઃ 179

પદ

સંખ્યા

CSP યાત્રા અધિકારી (FI & MM)

76

કાર્યકારી (રિકવરી) FI & MM

10

કાર્યકારી (વિપરણ) FI & MM

43

રૈક (R&DB અને FI & MM)માં ફીલ્ડ વિઝીટ અધિકારી

50


યોગ્યતા

આ પદો માટે બેંકની સેવામાંથી સેવાનિવૃત્ત અધિકારી અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા

અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 60થી 63 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પોસ્ટ વાઈઝ વય મર્યાદાની જાણકારી અને છૂટ વિશે જાણવા માટે નોટિફિકેશન જુઓ.

સિલેક્શન પ્રોસેસ

આ પદો માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.

પગાર

સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહિને 30000- 35000 રૂપિયા સેલરી આપવામાં આવશે.

એપ્લિકેશન ફી

અરજી કરનારા કેન્ડિડેટ્સે કોઈપણ પ્રકારની ફી આપવાની નથી.

આ રીતે કરો અરજી

ઈચ્છુક ઉમેદવાર નક્કી કરેલા ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઈન અરજી કરી શકે છે.

SAILમાં મેડિકલ ઓફિસરની નોકરી

આ ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)એ મેડિકલ ઓફિસર અને મેડિકલ સ્પેશ્યાલિસ્ટ પદો પર અરજી મગાવી છે. ઈચ્છુક ઉમેદવાર 7 મે, 2021 સુધીમાં અરજી કરી શકે છે.

મહત્ત્વપૂર્ણ તારીખો

SBI દ્વારા મુદ્રિત ચલણના માધ્યમથી આવેદન શુલ્ક સ્વીકારવાની પ્રારંભિક તારીખ- 1 એપ્રિલ, 2021

SBI દ્વારા મુદ્રિત ચલણના માધ્યમથી અરજી શુલ્ક જમા કરાવવાની છેલ્લી તારીખ- 30 એપ્રિલ, 2021

સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજી પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ- 7 મે, 2021

ખાલી પડેલ પદોની સંખ્યા

મેડિકલ ઓફિસરઃ 26 પદ

મેડિકલ સ્પેશ્યાલિસ્ટઃ 20 પદ

નોકરી માટે પાત્રતા

મેડિકલ સ્પેશ્યાલિસ્ટ- એમસીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ સંસ્થામાંથી પ્રાસંગિક અનુશાસનમાં પીજી ડિગ્રી/ ડીએનબી, કોઈ માન્યતા પ્રાપ્ત મેડિકલ કોલેજ/ હોસ્પિટલ/ સંસ્થામાં ઓછામાં ઓછો 3 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદાઃ 41 વર્ષ

અરજી કઈ રીતે કરશો

ઈચ્છુક અને પાત્ર ઉમેદવાર SAIL નોકરી અધિસૂચના 2021 માટે નિર્ધારિત આવેદન પ્રારૂપના માધ્યમથી 7 મે, 2021 સુધીમાં અરજી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp