‘સર, મેડમ પર કાર્યવાહી ન કરો’, શાળાના વિદ્યાર્થીઓએ DMને કેમ લખ્યો આ પત્ર?

PC: jagran.com

ઈન્ટરનેટ પર બાળકો અને શિક્ષકોની અનેક ઘટનાઓ લોકોનું ધ્યાન ખેંચે છે. શાળાના વિદ્યાર્થીઓએ આગ્રાના DM ને પત્ર લખીને કહ્યું કે, તેમના ટીચર પર કાર્યવાહી કરવામાં ન આવે, નહીં તો તેમના શિક્ષણને નુકશાન પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ લેટર કંપોઝિટ કન્યા વિદ્યાલય જગદીશપુરાના વિદ્યાર્થીઓએ લખ્યો છે. આ મામલાએ સોશિયલ મીડિયા યૂઝર્સને આશ્ચર્યચકિત કરી દીધું છે.

શાળામાં આવીને તપાસની માગ કરી

શાળાના વિદ્યાર્થીઓએ પત્રમાં તેમના દિવ્યાંગ શિક્ષિકા અને ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયની શિક્ષિકા વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કર્યો. આ બાળકોએ DMને શાળામાં આવીને વાત કરવાની અને તપાસ કરવાની માગ કરી છે. પત્રમાં દિવ્યાંગ શિક્ષિકાના ફેસબૂક લાઈવ કરવાનું કારણ પણ જણાવવામાં આવ્યું છે.

શિક્ષણનું થઇ રહ્યું છે નુકશાન

બાળકોએ લખ્યું કે, શિક્ષિકાનો મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યો હતો. ટીચરને મારપીટ થવાનો ભય હતો, જેના કારણે તે ફેસબૂક લાઈવ કરતી હતી. બાળકોએ DMને લખેલા પત્રમાં જણાવ્યું કે, કેવી રીતે બે ટીચર્સની વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે તેમના શિક્ષણને નુકશાન થઇ રહ્યું છે. વિદ્યાર્થીઓએ મામલામાં શામેલ બીજી મહિલા ટીચર પર જબરદસ્તી ઝઘડો કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે લેટર

હાલમાં જ દિવ્યાંગ શિક્ષિકાએ આ આરોપ લગાવ્યો હતો કે, CDOએ તેની વાત સાંભળ્યા વગર જ તેને ગેટ આઉટ કહીને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. જો કે, બીજા પક્ષનું કહેવું છે કે, વિદ્યાર્થીઓના નામથી લખવામાં આવેલું આ પત્ર ઈરાદાપૂર્વક વાયરલ કરવામાં આવ્યું છે.

ટીચરે પ્રિન્સિપલ પર લગાવ્યા આરોપ

આરોપી શિક્ષિકાનું કહેવું છે કે, તે શાળાના પ્રિન્સિપલના કારણે દરેક સમયે ફેસબૂક પર લાઈવ રહે છે. કારણ કે, તેમનાથી મને ખતરો છે અને તે મને મારવાની ધમકી પણ આપી ચૂક્યા છે. આની સાથે જ શાળાની દરેક ગતિવિધિ પર બધાની નજર રહે, તે માટે પણ ફેસબૂક પર લાઈવ રહું છું. પ્રિન્સિપલનું કહેવું છે કે, મહિલા શિક્ષિકા સમગ્ર દિવસ ફેસબૂક પર રહે છે અને તે બાળકોને ભણાવતી પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp