દરેક સ્કૂલ બસ પૂછે છે, હું પીળા રંગની કેમ છું?

PC: nocookie.net

કોઈ પણ સ્કૂલની બસ એમ જ પીળા રંગથી પેઇન્ટ કરવામાં આવતી નથી, તેની પાછળ પણ એક કારણ છે. ખૂબ સમજી વિચારીને બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સ્કૂલની બસને આ રંગ કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે રોડ ટ્રાફિક સિસ્ટમમાં લાલ, પીળી અને લીલા રંગની ત્રણ લાઈટ હોય છે. લાલ રંગની તરંગ લંબાઈ વધારે હોવાથી તે અંધારાંમાં પણ ખૂબ સરળતાથી જોઈ શકાય છે. આ રંગ સુરક્ષાનો રંગ છે, પણ બાળકોની સ્કૂલ બસને પીળો રંગ આપવા પાછળનું કારણ કંઈક અલગ જ છે.

આ તમામ રંગોમાં પીળો રંગ એવો છે, જે માણસોને સૌથી વધારે આકર્ષિત કરે છે અને આ રંગ લોકોનું સૌથી વધારે ધ્યાન ખેંચે છે. આ રંગ ખૂબ સરળતાથી જોઈ શકાય છે અને વરસાદ કે બરફ જેવી પરિસ્થિતિમાં પણ પીળા રંગને ઓળખવો ખૂબ સરળ છે. ભલે તમે સીધું તેના તરફ ન જુઓ તો પણ આ રંગ દેખાય જાય છે, જેનાથી રસ્તા પર એક્સિડન્ટ થવાની સમસ્યા ટાળી શકાય છે. આથી જ તમામ સ્કૂલોએ તેમની બસ માટે પીળો રંગ નિર્ધારિત કર્યો છે.

વૈજ્ઞાનિક રિસર્ચ જણાવે છે કે ચમકતા પીળા રંગનું lateral peripheral vision લાલ રંગની સરખામણીમાં 1.24 ગણું અધિક હોય છે એટલે કે લાલ રંગની સરખામણીમાં પીળા રંગનું આકર્ષણ વધારે હોય છે. આ આકર્ષણને કારણે જ રોડ પરના સાઇન બોર્ડ પણ પીળા રંગના જ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp