અમિતાભ બચ્ચને જણાવ્યા કોરોનાથી બચવાના ઉપાયો, જુઓ વીડિયો

PC: twitter.com

ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 600 કરતા વધુ થઈ ગઈ છે. જ્યારે 10 લોકો આ જીવલેણ બીમારીને કારણે મોતને ભેટ્યા છે. એવામાં કોરોનાને અટકાવવા માટે કેન્દ્ર સરકાર, રાજ્યો અને હેલ્થ ડિપાર્ટમેન્ટની તૈયારીઓની સાથે જાણીતા સ્ટાર્સ પણ જન જગૃતિ અભિયાનમાં કૂદી પડ્યા છે.

દરમિયાન સદીના મહાનાયક અને બોલિવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અમિતાભે દેશવાસીઓને કોરોના વાયરસથી બચવાના ઉપાયો જણાવ્યા છે.

એટલું જ નહીં, અમિતાભ બચ્ચને પોતાના વીડિયોમાં એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. રિપોર્ટ અનુસાર, બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યું કે માખીથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે.

અમિતાભે The Lancet Studyનો હવાલો આપતા કહ્યું કે, હાલમાં જ ચીનના વિશેષજ્ઞોને જાણવા મળ્યું કે, કોરોના વાયરસ માનવ મળમાં ઘણા અઠવાડિયાઓ સુધી જીવિત રહી શકે છે. કોરોના વાયરસના દર્દીઓ જો સાજા પણ થઈ જાય તો કોરોના વાયરસ તેમના મળમાં ઘણાં અઠવાડિયાઓ સુધી જીવિત રહી શકે છે.

તેમણે કહ્યું કે, જો આવી કોઈ વ્યક્તિના મળ પર કોઈ માખી બેસી જાય અને તે માખી પછી કોઈ શાકભાજી, ફળ અથવા ખાવાના પર બેસી જાય તો તે મહામારી વધુ ફેલાઈ શકે છે.

અમિતાભ બચ્ચને જણાવ્યું કે, આથી જરૂરી છે કે આપણે સૌ મળીને કોરોના વાયરસ સામે લડવા માટે એક જન આંદોલન ઊભુ કરીએ. તેમણે કહ્યું કે, જે રીતે આપણે મળીને વડાપ્રધાનના નેતૃત્વમાં સ્વચ્છતા મિશનને જન અભિયાન બનાવીને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવ્યું હતું. તેમજ દો બૂંદ જિંદગીકી અભિયાનમાં સામેલ થઈને દેશને પોલિયો મુક્ત બનાવ્યો હતો. આવું જ કોઈ અભિયાન કોરોના વાયરસ માટે શરૂ કરવું જોઈએ.

બિગ બીએ કોરોનાથી બચવાના ત્રણ સુત્રો પણ જણાવ્યાઃ

  1. પોતાના શૌચાલયનો નિયમિતરીતે ઉપયોગ કરો, ખુલ્લામાં શૌચ ના જઈએ.
  2. સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવી રાખીએ, આપાતકાળની સ્થિતિમાં ઘરમાંથી બહાર ના નીકળીએ.
  3. દિવસમાં અનેકવાર સાબુથી પોતાના હાથોને 20 સેકન્ડ સુધી ધોઈએ અને પોતાના મોઢા, કાન, નાકને ના અડકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp