‘લાલ સિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતાથી આઘાતમાં આમીર, લીધો આ મોટો નિર્ણય

PC: bollywoodhungama.com

આમીર ખાન જ્યારે પણ કોઈ ફિલ્મ બનાવે છે તો તેમા પૂરી લગન સાથે કામ કરે છે. તેની સ્ક્રિપ્ટિંગથી લઈને ડાયરેક્શન અને સોંગ સુધી, દરેક પાસાંઓ પર કામ કરે છે. પછી, તેના પ્રમોશનની સ્ટ્રેટજીમાં પણ તેનું ખૂબ જ યોગદાન રહે છે. એટલું જ નહીં, આમીર ખાન અન્ય એક્ટર્સની જેમ વર્ષમાં એકથી વધુ ફિલ્મો બનાવવાને બદલે એક જ ફિલ્મ બનાવે છે અને તેમા એટલું સુંદર કામ કરે છે કે દર્શકો પણ તેની ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જુએ છે. બોલિવુડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતો આમીર ખાન છેલ્લાં કેટલાક સમયથી દર્શકોની પસંદને ઓળખવામાં નિષ્ફળ રહ્યો છે. ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ના ફ્લોપ થયા બાદ તે ‘લાલ સિંહ ચઢ્ઢા’ની સાથે આવ્યો, પરંતુ, તે દર્શકોની પરીક્ષા અને તેમની અપેક્ષાઓ પર ખરો ના ઉતરી શક્યો. ફિલ્મને ખૂબ જ સમય લઈને બનાવવામાં આવી.

હોલિવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ના રાઈટ્સ ખરીદવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. પછી ફિલ્મ બનાવવામાં ખૂબ જ મહેનત કરવામાં આવી. પરંતુ, ફિલ્મ પાંચ દિવસોમાં માત્ર 48 કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી છે અને આમીર ખાન સાથે સંકળાયેલા સુત્રો જણાવી રહ્યા છે કે, એક્ટર ફિલ્મ સારું પ્રદર્શન ના કરી શકવાના કારણે આઘાતમાં છે. એટલું જ નહીં, તેણે વિતરકોના પૈસા પાછા આપવાનો નિર્ણય કરી લીધો છે.

બોલિવુડ હંગામાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આમીર ખાન અને તેની એક્સ વાઈફ કિરણ રાવના એક નજીકના મિત્રએ આ વાત જણાવી છે. તેણે જણાવ્યું કે, આમીર ખાન આ ફિલ્મના ફ્લોપ જવાના કારણે ખૂબ જ આઘાતમાં છે અને દર્શકો દ્વારા આ ફિલ્મને જાકારો આપવાના કારણે તે ખૂબ જ પ્રભાવિત થયો છે. તેણે ફિલ્મને ખૂબ જ મહેનત અને પૂરી લગન સાથે બનાવી હતી. એટલું જ નહીં, તેણે ફિલ્મની સફળતાની પૂરી જવાબદારી લીધી છે અને વિતરકોને થયેલા જબરદસ્ત નુકસાનની ભરપાઈ કરવાનો તેણે નિર્ણય કરી લીધો છે.

જણાવી દઈએ કે, અદ્વૈત ચંદન નિર્દેશિત આમીર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’એ ગુરુવારે 11.7 કરોડ, શુક્રવારે 7.26 કરોડ, શનિવારે 9 કરોડ, રવિવારે 10 કરોડ રૂપિયા અને 15 ઓગસ્ટે એટલે કે સોમવારે 8થી 9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ રીતે ફિલ્મે લગભગ 47 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં આમીર ખાન ઉપરાંત કરીના કપૂર, મોના સિંહ અને નાગા ચૈતન્ય લીડ રોલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp