26th January selfie contest

નેહા કક્કડ અને આદિત્યના ચોરીછૂપે લગ્ન? સામે આવ્યો ચોંકાવનારો વીડિયો

PC: dailyhunt.in

છેલ્લાં કેટલાક દિવસોથી બોલિવુડ સિંગર નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નના સમાચારે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં નેહા લાલ રંગના ચણીયા ચોળીમાં જ્યારે આદિત્ય શેરવાનીમાં દેખાઈ રહ્યો છે. સાથે જ આદિત્યના હાથમાં વરમાળા પણ છે અને એક પંડિતજી મંત્રો બોલતા દેખાઈ રહ્યા છે.

વીડિયોમાં આખો લગ્નનો માહોલ દેખાઈ રહ્યો છે. તો શું નેહા અને આદિત્ય લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. આ વીડિયો જોતા તો એવું જ લાગી રહ્યું છે. પરંતુ અમે તમને જણાવીએ કે સાચુ શું છે...

હકીકતમાં, આ વીડિયો ઈન્ડિયન આઇડલ 11ના સેટનો છે, જ્યાં માત્ર મજાક અને મસ્તીમાં આવું કરવામાં આવ્યું. નેહા અને આદિત્યના લગ્ન હજુ થયા નથી. આ માત્ર એક નાનકડો મજાક હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને સૌ કોઈ એવું જ વિચારી રહ્યું છે કે, બંને સેલેબ્સના લગ્ન થઈ ગયા. જણાવી દઈએ કે, હાલમાં જ આદિત્યના પિતા ઉદિત નારાયણે બંનેના લગ્નના સમાચારો વિશે સત્ય જણાવ્યું હતું.

 
 
 
View this post on Instagram

All set for the wedding!!#adityanehakishaadi #AdityaNarayan #NehAditya #NehuWedsAdi #NehaKakkar #indianidol11

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

ઉદિત નારાયણે જણાવ્યું હતું કે, તેમને આદિત્યના લગ્ન વિશેની કોઈ જાણકારી નથી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આદિત્ય અમારો એકમાત્ર દીકરો છે. અમે તેના લગ્ન કરવાની રાહ જોઈ રહ્યા છીએ. જો આ બધા સમાચાર સાચા હોત તો હું અને મારી પત્ની દુનિયાના સૌથી નસીબદાર માતા-પિતા હોત. પરંતુ આદિત્યએ અમારી સાથે આવું કશું શેર નથી કર્યું.

વધુમાં ઉદિત નારાયણે જણાવ્યું હતું કે, મને લાગે છે કે નેહા અને આદિત્યના લગ્નના સમાચાર માત્ર શો (ઇન્ડિયન આઇડલ 11)ની ટીઆરપી વધારવા માટે ફેલાવવામાં આવ્યા છે, જ્યાં નેહા જજ છે અને મારો દીકરો હોસ્ટ છે. કાશ આ લગ્નના સમાચાર સાચા હોત. નેહા ખૂબ જ સારી છોકરી છે, તે મને ખૂબ જ પસંદ છે. અમે તેને વહુના રૂપમાં જોવાનું ખૂબ જ પસંદ કરીશું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp