પાકિસ્તાને 'પેડમેન' બાદ 'ઐયારી' પર પણ પ્રતિબંધ મૂક્યો, જાણો કારણ

PC: mumbailive.com

પાકિસ્તાનમાં બોલિવુડની ફિલ્મો પર પ્રતિબંધ લાગવો કંઈ પહેલીવાર નથી. થોડા સમય પહેલા જ રીલિઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર અને આર.બાલ્કી દિગ્દર્શિત ફિલ્મ 'પેડમેન'ની રીલિઝ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને હવે આ યાદીમાં વધુ એક ફિલ્મનો ઉમેરો થઈ ગયો છે. પાકિસ્તાને ગઈકાલે રીલિઝ થયેલી સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ બાજપઈ સ્ટારર ફિલ્મ 'ઐયારી'ની રીલિઝ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

16 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થયેલી ફિલ્મ 'ઐયારી' ઈન્ડિયન આર્મી પર બેઝ્ડ છે, તેના માટે પાકિસ્તાન આ ફિલ્મને રીલિઝ થવા દેવાનું ના પાડી રહ્યું છે. આ પહેલા 'પેડમેન' ફિલ્મની રીલિઝ પર એટલા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, કારણ કે પાકિસ્તાન તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મના વિષયને તેમની સંસ્કૃતિ રીલિઝ કરવા માટે પરમિશન ન આપી શકે. આ પહેલા 'પદ્માવત', 'દંગલ', 'જોલી LLB 2', 'રઇસ', 'ટાઇગર ઝિંદા હૈ' જેવી ફિલ્મો પર પણ પ્રતિબંધ લાગી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp