2018ના બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની અજયની 'રેડ'

PC: hindustantimes.com

અજય દેવગણ અને ઈલિયાના ડિક્રુઝની ફિલ્મ 'રેડ'ને દર્શકોનો સારો રિસપોન્સ મળી રહ્યો છે. 'રેડ'ની સાથે બીજી કોઈ ફિલ્મ રીલિઝ ન થઈ હોવાને લીધે ફિલ્મને ફાયદો થઈ રહ્યો છે. તેની સાથે ફરીથી એક વખત અજય દેવગણે ઈમાનદાર ઓફિસરના રોલમાં બોલિવુડ પર પોતાની ધાક જમાવી છે.

ફિલ્મનું ત્રીજા દિવસનું કલેક્શન પણ સામે આવી ગયું છે. ફિલ્મ ક્રિટીક રમેશ બાલાના કહેવા અનુસાર, 'રેડ' ફિલ્મે રવિવારે 17.35 કરોડનું કલેક્શન કર્યું છે. તેની સાથે જ વીકએન્ડમાં ફિલ્મની કુલ કમાણી 41.25 કરોડની થઈ ગઈ છે.

ફિલ્મે રીલિઝ થવાના પહેલા જ દિવસે 10 કરોડની કમાણી કરી લીધી હતી. જ્યારે બીજા દિવસે 13.86 કરોડની કમાણી કરી હતી. તેની સાથે રેડ ફિલ્મ 2018ની સૌથી વધુ કાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. જ્યારે હજુ સુધી કોઈ પણ ફિલ્મ જાન્યુઆરીમાં રીલિઝ થયેલી 'પદ્માવત'ના રેકોર્ડને તોડી શકી નથી.

'રેડ' ફિલ્મ એક પીરિયડ ક્રાઈમ ફિલ્મ છે. ફિલ્મનું બડેટ 70 કરોડ રૂપિયા છે. ભારતમાં આ ફિલ્મ 3400 સ્ક્રીન પર અને વિદેશમાં 369 સ્ક્રીન પર રીલિઝ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp