Into The Wild: બેયર ગ્રિલ્સ સાથે અજય દેવગણનું એડવેન્ચર, જુઓ ટ્રેલર

દુનિયાના મોસ્ટ પોપ્યુલર સર્વાઈવલ શો Into The Wild બેયર ગ્રિલ્સમાં ટૂંક સમયમાં જ બોલિવુડના બે એક્શન હીરોઝ પોતાની હિંમતનો પરિચય આપવાના છે. બેયર ગ્રિલ્સે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યું હતું કે, અક્ષય અને રજનીકાંત બાદ તેની સાથે બોલિવુડના 2 સેલેબ્સ એડવેન્ચર કરતા દેખાશે. જેમાંથી એક સ્ટારનું ટ્રેલર પણ રીલિઝ થઇ ગયું છે. બોલિવુડ અભિનેતા અજય દેવગણ બેયર ગ્રિલ્સ સાથે પહેલા એડવેન્ચર કરતો જોવા મળશે, જેનું 50 સેકેન્ડનું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. ટ્રેલરમાં જોવા મળે છે કે, અજય દેવગણ એક બોટમાં છે અને ગ્રિલ્સ હેલિકોપ્ટરમાંથી દરિયામાં કૂદે છે અને તે બંને એક ટાપુ પર જઈને ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે.

અજય દેવગણનો એપિસોડ 25 ઓક્ટોબરે ડિસ્કવરી ચેનલ પર સાંજે 8 કલાકે પ્રસારિત થશે અને જો તમારી પાસે ડિસ્કરવી પ્લસનું સબસ્ક્રીબ્શન હોય તો તમે 22 ઓક્ટોબરે જ આ શો જોઈ શકશો

અત્યારસુધી આ શોમાં અજય દેવગનના હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી અને હવે શોમાં સામેલ બીજા એક્ટરનું નામ પણ સામે આવી ચુક્યુ છે. આ એક્ટરનું નામ વિક્કી કૌશલ છે. પડદા પર ઘણીવાર પોતાના એક્શન અને બહાદુરીથી દર્શકોના દિલ જીતનારો વિક્કી હવે રિયલ લાઈફમાં આ રોમાંચક પ્રવાસનો હિસ્સો બનવા જઈ રહ્યો છે.

ડિસ્કવરી ચેનલે વિક્કી કૌશલનો ફોટો શેર કરીને આ ખબરને કન્ફર્મ કરી છે. ડિસ્કવરી ચેનલની પોસ્ટમાં લખવામાં આવ્યું છે- બોલિવુડના ફેવરિટ એક્શન મેન વિક્કી કૌશલ અજાણી લહેરોમાં પગ મુકવા માટે તૈયાર છે. સાથે જ બેયર ગ્રિલ્સે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં વિક્કી અને અજયની સાથે શૂટિંગ પૂર્ણ કરવાની જાણકારી આપી હતી . તેણે વીડિયો શેર કરીને કહ્યું- ઈન ટુ ધ વાઈલ્ડના અન્ય બે એપિસોડ્સ વિક્કી અને અજયની સાથે પૂર્ણ થયા. તે સુરક્ષિત હતું, ઈન્ડિયન એક્શન પૂર્ણ થયું... હવે ઘરે જવા માટે રવાના... 

View this post on Instagram

A post shared by બેયર ગ્રિલ્સ OBE (@beargrylls)

ચર્ચા હતી કે, આ શોનું શૂટિંગ માલદીવ્ઝમાં થઈ રહ્યું છે. થોડાં દિવસ પહેલા અજયને મુંબઈના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો અને તેનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે, તે માલદીવ્ઝમાં આ શોનું શૂટિંગ કરવાનો છે. તેમજ અજયની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી પણ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તે માલદીવ્ઝમાં Into The Wildનું શૂટિંગ કરી રહ્યો હતો.

શોમાં વિક્કી કૌશલ અને અજય દેવગન પહેલા અક્ષય કુમાર અને રજનીકાંત દેખાઈ ચુક્યા છે. બંનેએ બેયર ગ્રિલ્સની સાથે ખૂબ જ રસપ્રદ પ્રવાસ કર્યો હતો. અક્ષય અને રજનીકાંત ઉપરાંત શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેખાઈ ચુક્યા છે. PM મોદી Man vs Wildના સ્પેશિયલ એપિસોડમાં દેખાયા હતા. તેમણે બેયર ગ્રિલ્સની સાથે ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કના જંગલોમાં જોખમોનો સામનો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp