અક્ષયે તેની આગામી ફિલ્મ 'ગોલ્ડ'નું શૂટીંગ પૂરી થવાની ખુશી જાહેર કરી

PC: toiimg.com

બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર મોટેભાગે તેમની ફિલ્મોથી લોકોમાં કોઈક ને કોઈક સામાજિક મેસેજ ફેલાવવાનું કામ કરે છે. થોડા સમય પહેલા અક્ષયની રીલિઝ થયેલી ટોયલેટ-એક પ્રેમ કથા પણ હિટ રહી હતી. અક્ષય તેની આગામી ફિલ્મ 'ગોલ્ડ'નું શૂટીંગ પુરુ થવા પર એક સ્લો મોશન વીડિયો પોસ્ટ કરી ફિલ્મની આખી ટીમનો આભાર માન્યો હતો.

તેણે લખ્યું હતું કે મારી ફિલ્મ 'ગોલ્ડ'નું શૂટીંગ ખતમ થઈ ગયું છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, 'એક સારી શરૂઆતનો અંત પણ સારો જ હોય છે. ગોલ્ડનું શૂટીંગ પતી ગયું. ખૂબ જ સારી ટીમ સાથેની અવિશ્વાસનીય યાત્રા. ફિલ્મમાં તમારી સાથે મુલાકાત થશે.' વીડિયોમાં અક્ષય સફેજ કુર્તો અને ધોતીમાં જોવા મળે છે.

રીમા કાગતી દ્વારા નિર્દેશીત ફિલ્મ 'ગોલ્ડ' એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મમાં ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય જોવા મળશે. આ ફિલ્મ 1948માં લંડનમાં રમાયેલા 14માં ઓલમ્પિકમાં સૌ પ્રથમ વખત ભારતે મેડલ જીત્યો હતો તે અંગેની સ્ટોરી છે. ફિલ્મ 15 ઓગષ્ટ, 2018માં રીલિઝ થવાની છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp