અક્ષય કુમારની આ જાણીતી ફિલ્મની બનશે સિક્વલ, બદલાઇ જશે આખી સ્ટારકાસ્ટ

PC: scoopwhoop.com

અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ 'ભૂલભુલૈયા' 2007 માં આવી હતી. આ મુવીએ બોક્સ ઑફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મને મળેલી સફળતાને ફરીથી દોહરાવવાં માટે તેની સિક્વલ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મની સિક્વલ ભૂષણ કુમાર દ્વારા બનાવવામાં આવશે. ફરહાદ સામજીને ડાયરેક્શન અને લેખનની જવાબદારી સોંપવામાં આવી છે.

'ભુલભલૈયા' પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી. મલયાલમની ફિલ્મ 'મનીચિત્રીથુ'ની આ રીમેક હતી. અક્ષય અને વિદ્યા બાલન ઉપરાંત આ ફિલ્મમાં શાઈની આહૂજા , અમીષા પટેલ અને રાજપાલ યાદવ અને પરેશ રાવલ મુખ્ય પાત્રો હતા. એજન્સીના અહેવાલ અનુસાર, આ સિક્વલમાં સ્ટાર કાસ્ટ બદલવામાં આવશે. મુવીની કાસ્ટ હજુ ફાયનલ કરવામાં આવી નથી. સિક્વલની સ્ટોરી નક્કી થતાં જ કાસ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

ભૂષણ કુમારએ 'ભૂલભુલૈયા- 2' નામથી નોંધણી કરાવી લીધી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 2018માં 'સ્ત્રી' એક ભયાનક કોમેડી હતી. ફિલ્મની સફળતા બાદ, નિર્માતા-દિગ્દર્શક આ શૈલીની ફિલ્મો પર કામ કરી રહ્યા છે. અક્ષય કુમાર 'લક્ષ્મી બૉમ્બ' નામની હોરર કોમેડીમાં કામ કરી રહ્યો છે. આ તામિલ ફિલ્મની રીમેક પણ છે. આ ઉપરાંત, સેફ અલી ખાન પણ હોરર કોમેડી 'ભૂત પોલીસ' માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp