26th January selfie contest

શૂટિંગમાં બિઝી છે આલિયા, તો પછી કોના માટે ઘૂંટણ પર બેસ્યો રણબીર કપૂર?

PC: aajtak.in

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. પરંતુ, તે બંને પોતાના બિઝી શિડ્યૂલના કારણે એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શક્યા નથી. દરમિયાન રણબીર કપૂરના ઘૂંટણ પર બેસીને કોઈકને પ્રપોઝ કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એવામાં પ્રશ્નએ ઉઠે છે કે, આલિયા ભટ્ટ હાલ પોતાના વર્ક કમિટમેન્ટમાં બિઝી છે તો પછી રણબીર કોના માટે ઘૂંટણીયે બેઠો છે? વાત જાણે એમ છે કે, રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પ્રથમ વખત ફિલ્મી પરદા પર એક સાથે જોવા મળશે. રણબીર અને શ્રદ્ધાને સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કરતા જોવા માટે ફેન્સ સુપર એક્સાઈટેડ છે, પણ સિલ્વર સ્ક્રીનથી પહેલા જ ફેન્સને રણબીર અને શ્રદ્ધાની સીઝ્લીંગ કેમેસ્ટ્રીની ઝલક જોવા મળી ગઈ છે, જે ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર હાલમાં સ્પેનમાં લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મના શૂટિંગમાં બિઝી હતા, બંનેના શૂટિંગના અનેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થયા હતા. હવે ફિલ્મના સેટથી એક નવો BTS વીડિયો સામે આવ્યો છે, જેમાં રણબીર અને શ્રદ્ધાનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો છે. 

View this post on Instagram

A post shared by Ranbir kapoor fanpage 🔵 (@ranbir_kapoooor)

વાઈરલ વીડિયોમાં રણબીર અને આલિયા એક પૈપી સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, રણબીર-શ્રદ્ધા માટે ઘૂંટણ પર બેસતો જોવા મળી રહ્યો છે અને પછી બંને એકબીજાને કિસ પણ કરે છે. શોટમાં અનેક બેકગ્રાઉન્ડ ડાન્સર્સ પણ જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં રણબીર અને શ્રદ્ધા બંનેનો લૂક ખૂબ જ કૂલ છે. રણબીર પિંક શર્ટ અને ડેનિમમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. તેમજ, શ્રદ્ધા પણ યલો શોર્ટ ડ્રેસ અને વ્હાઈટ સ્નીકર્સમાં પ્રીટી લાગી રહી છે. સેટ પરથી શ્રદ્ધા અને રણબીરના આના પહેલા પણ અનેક વીડિયો સામે આવી ચુક્યા છે, પણ આ વીડિયો તમારા ચહેરા પર એક સ્માઈલ લઈને આવશે, એટલે જ વીડિયોને મિસ કરવું મોટી ભૂલ રહેશે.

રણબીર અને શ્રદ્ધા લવ રંજનની ફિલ્મમાં પહેલી વખત સ્ક્રીન શેર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી ડ્રામા રહેશે. રણબીર કપૂર આ ઉપરાંત ‘શમશેરા’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે. હવે જોઈએ કે, શ્રદ્ધા સાથે રણબીરની જોડીને ફેન્સનો કેટલો પ્રેમ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp