અમિતાભ બચ્ચનનું ટ્વિટર અકાઉન્ટ હેક, હેકરે લગાવ્યો ઈમરાન ખાનનો ફોટો, કરી આ ટ્વીટ

PC: khabarchhe.com

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરોએ અમિતાભ બચ્ચનના અકાઉન્ટને હેક કરી પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનનો ફોટો લગાવી દીધો છે. હેકરોએ અમિતાભ બચ્ચનનો બાયો પણ બદલી નાંખ્યો છે અને તેમાં હવે લવ પાકિસ્તાન લખેલું દેખાઈ રહ્યું છે. જોકે, હવે તેનું અકાઉન્ટ રિકવર કરી લેવામાં આવ્યું છે. હેકરો દ્વારા કરવામાં આવેલા તમામ ટ્વિટ પણ તેના અકાઉન્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે આ મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે. મુંબઈ પોલીસના PROના જણાવ્યા અનુસાર, તેમણે આ મામલામાં મુંબઈ પોલીસની સાયબર સેલને જાણકારી આપી દીધી છે. સાયબર સેલ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, અમિતાભ બચ્ચનના ટ્વિટર અકાઉન્ટને કઈ રીતે અને કોણે હેક કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનનું પણ ટ્વિટર અકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું હતું. મળતી જાણકારી અનુસાર, બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચનનું ટ્વિટર અકાઉન્ટ પાકિસ્તાન સમર્થક તુર્કીની સાયબર આર્મી અયિલ્દિજ ટિમે હેક કર્યું હતું. આ અગાઉ તેણે એક્ટર અનુપમ ખેરનું ટ્વિટર અકાઉન્ટ પણ હેક કર્યું હતું.

અકાઉન્ટ હેક થયા બાદ અભિષેક બચ્ચનનું પ્રમાણન બિંદુ હટાવી દેવામાં આવ્યું અને તેના કવર ફોટા પર એક મિસાઈલ બનાવવામાં આવી હતી, જેના પર સાંકેતિક ભાષામાં અયિલ્દિજ ટિમ લખ્યું હતું. ટ્વિટરે આધિકારિક પોસ્ટમાં કહ્યું હતું કે, અમારી ટીમ કેટલાક ભારતીય ઉપયોગકર્તાઓની મુશ્કેલી દૂર કરવા માટે કામ કરી રહી છે. અમે પ્રભાવિત ટ્વિટર અકાઉન્ટ સંચાલકોને સૂચિત કરી દઈશું. ચેતવણી- સંદેશમાં દેખાઈ રહેલા અજ્ઞાત અકાઉન્ટની લિંક પર ન જાઓ. આ અગાઉ ફિલ્મ અભિનેતા અનુપમ ખેર, RSS નેતા તેમજ BJPના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ તેમજ વરિષ્ઠ પત્રકાર તેમજ સાંસદ સ્વપન દાસગુપ્તાના ટ્વિટર અકાઉન્ટ હેક થયા બાદ ટ્વિટરે તેમને અસ્થાયીરીતે બંધ કરી દીધા હતા. ખાતાઓને કથિતરીતે સાયબર સેના અયિલ્દિજ ટિમે હેક કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp