SRKની ‘જવાન’ ફિલ્મ ‘ગદર-2’ પર ભારે પડતા ડિરેક્ટર અનિલ શર્મા બોલ્યા કે...

PC: indianexpress.com

સની દેઓલની ફિલ્મ ગદર-2એ ઘણી ફિલ્મોની સાથે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનને કમાણીના મામલામાં પાછળ છોડી હતી. જોકે, ત્યાર બાદ તરત જ શાહરૂખની ફિલ્મ જવાને ગદર-2ને કમાણીના મામલામાં પાછળ છોડી દીધી અને બોક્સ ઓફિસ પર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. તો ગદર-2 આ મામલામાં બીજા સ્થાને છે અને પઠાણ ત્રીજા સ્થાને છે. આ બધાની વચ્ચે ગદરના ડિરેક્ટર અનિલ શર્માએ આ બોક્સ ઓફિસના આંકડાને લઇ પોતાનું રિએક્શન આપ્યું છે. અનિલનું કહેવું છે કે, તેઓ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવા માટે બનાવતા નથી.

ગદર-2ની સફળતા પર શું બોલ્યા

તેમણે કહ્યું કે, રેકોર્ડ બનાવવા અને તોડવા તો વર્ષોથી થતું આવી રહ્યું છે અને અમે ફિલ્મો એકબીજાના રેકોર્ડ તોડવા માટે બનાવતા નથી. પણ લોકોના મનોરંજન માટે બનાવીએ છીએ. અમે ખુશ છીએ કે ગદર-2ને તેનો હક મળ્યો.

શાહરૂખ-સલામન-આમીર પર શું બોલ્યા

અનિલ શર્માએ આગળ કહ્યું કે, ખાન અને દેઓલનો દાયકો ક્યારેય ફીકો નહીં પડે. તેમની ફિલ્મોને દર્શકો પહેલા પણ પસંદ કરતા હતા અને હજુ પણ પસંદ કરે છે અને આગળ પણ પસંદ કરશે, જો ફિલ્મનો કન્ટેંટ સારો રહ્યો તો. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમીર ખાન આ અહીં રહેવાના જ છે અને તેમનો ક્રેઝ ક્યારેય ખતમ નહીં થાય. ફેન્સ હંમેશા તેમની ફિલ્મોની રીલિઝને સેલિબ્રેટ કરશે.

ગદર-2ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, 53માં દિવસે 10 લાખ રૂપિયાની કમાણી કરી અને તેની સાથે જ ફિલ્મે 53 દિવસોમાં કુલ 526.05 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જોકે, થોડા દિવસોમાં આ ફિલ્મ હવે થિએટરમાંથી હટી જશે. જોકે, જે લોકોએ થિએટરમાં આ ફિલ્મ નથી જોઇ તેને તેઓ ઓટીટી પર જોઇ શકશે.

ઓગસ્ટ મહિનાની 11 તારીખે ગદર-2 ફિલ્મ રીલિઝ થઇ હતી. લાંબા સમયથી આ ફિલ્મની ચર્ચા ચાલી રહી હતી અને રીલિઝ થયા પછી ગદર-2ને દર્શકોનો ધારવા કરતા વધારે સારો પ્રતિસાદ મળ્યો હતો. બીજી બાજુ 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઇ હતી. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન માટે હાલમાં જ એક ઓફર સામે આવી હતી. જેમાં એકની સાથે એક ટિકિટ ફ્રી ઓફર કરવામાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp