Video: અર્પિતાને પસંદ ન આવ્યો થનારી ભાભીનો બોલ્ડ લુક, બધાની સામે કર્યું કંઈક આવુ

PC: koimoi.akamaized.net

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અર્પિતા ખાન પોતાની થનારી ભાભીનો દુપટ્ટો સરખો કરતી દેખાઈ રહી છે. રવિવારે બાબા સિદ્દીકીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવુડ સ્ટાર્સ માટે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. બાબા સિદ્દીકીની પાર્ટીમાં સલમાન ખાન પોતાના પિતા સલીમ ખાન, ભાઈ અરબાઝ અને સોહેલ, બહેન અર્પિતા અને આયુષ શર્મા સાથે પહોંચ્યો હતો. અરબાઝની સાથે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ પણ તેમાં હાજરી આપી હતી.

આ પાર્ટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાને સલમાન ખાનની બહેન અર્પિતા પોતાનો દુપટ્ટો વ્યવસ્થિત કરવા માટે કહી રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, જ્યોર્જિયા અરબાઝ સાથે ઊભી છે અને અર્પિતા સાથે વાત કરી રહી છે. ત્યારે અર્પિતા તેને પોતાની પાસે બોલાવે છે અને કાનમાં કંઈક કહે છે.

અર્પિતાની વાત સાંભળતા જ જ્યોર્જિયા પોતાનો દુપટ્ટો સરખો કરવા માંડે છે. છતા દુપટ્ટો વ્યવસ્થિત ન થતા તે વાત કરતા કરતા પાછળ ફરી જાય છે અને અરબાઝ તેને કવર કરી લે છે. થોડી જ વારમાં જ્યોર્જિયાએ જે દુપટ્ટો પિનથી ટક કર્યો હતો તે આખો ખોલીને કેરી કરતી દેખાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp