'ભારત' ફિલ્મે 6 દિવસમાં 'કેસરી' અને 'ટોટલ ધમાલ'નો રેકોર્ડ તોડ્યો

PC: twitter.com/Bharat_TheFilm

રવિવારના રોજ 27.90 કરોડની કમાણી કરનારી સલમાન ખાનની ફિલ્મે સોમવારના રોજ ફક્ત 9.20 કરોડની જ કમાણી કરી હતી. જો કે આ સાથે સલમાનની ફિલ્મે 2019ની હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મના રેકોર્ડમાં કેસરી અને ટોટલ ધમાલને પાછળ છોડી દીધી હતી અને ભારત ફિલ્મે 6 દિવસમાં 159.30 કરોડની કમાણી કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, 'ભારત' ફિલ્મે પહેલા દિવસે 42.30 કરોડ, બીજા દિવસે 31 કરોડ, ત્રીજા દિવસે 22.20 કરોડ, ચોથા દિવસે 26.70 કરોડ અને પાંચમા દિવસે 27.90 કરોડની કમાણી કરી હતી.

સલમાને તેની ઈદ પર રીલિઝ થયેલી તમામ ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા સલમાનની ‘પ્રેમ રતન ધન પાયો’નો રેકોર્ડ 40.35 કરોડ રૂપિયાનો હતો. સલમાનની અન્ય ફિલ્મની વાત કરીએ તો ‘ટાઇગર જિંદા હૈ’ ફિલ્મે 34.10 કરોડ અને ‘સુલતાન’ ફિલ્મે 36.54 કરોડની કમાણી કરી હતી, તેનો રેકોર્ડ પણ સલમાને તોડી નાખ્યો છે.

2019ના વર્ષની વાત કરીએ તો ‘કલંક’નો 21.60 કરોડનો પહેલા દિવસનો રેકોર્ડ તો સલમાને અડધા દિવસમાં જ ધ્વંસ કરી દીધો હતો. એક્સપર્ટના મતે સલમાનની આ ફિલ્મ ત્રણ જ દિવસમાં 100 કરોડ પાર કરી લે તો નવાઈ નહીં.

‘ભારત’ મૂવિ જોવા જતા પહેલા વાંચી લો આ રિવ્યૂ...

‘ભારત’ની સ્ટોરીમાં આઝાદી બાદથી લગભગ 70 વર્ષની યાત્રામાં ઘણું બધું બને છે, જેને ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. દેશના ભાગલાની દર્દનાક યાદો, પાપા પગલી ભરતો નવોદિત દેશ અને અંતે આધુનિક ભારત આ તમામને અલી અબ્બાસ ઝફરે સુંદરતાથી ફિલ્મમાં કેદ કર્યા છે. ભારત બજરંગી ભાઈનો વિસ્તાર જ લાગશે, જે તમારા દિલમાં ઉતરી જશે.

એક્ટિંગની વાત કરીએ તો આ ફિલ્મ એક અભિનેતા તરીકે સલમાનની સૌથી સારી ફિલ્મ છે. આ ફિલ્મે તમને હસાવશે સાથે રડાવશે પણ. કેટરીના કેફના અભિનયના સ્તર પર આ સૌથી સારી ફિલ્મ છે. સુનીલ ગ્રોવર પોતાની સશક્ત ઉપસ્થિતિ નોંધાવે છે. ફિલ્મમાં સિનેમેટ્રોગ્રાફી કમાલની છે. ફિલ્મના એડિટિંગ ડિપાર્ટમેન્ટની થોડી ખામીઓ રહી ગઈ છે, જે ચોક્કસપણે ખૂંચશે. ફિલ્મને હજુ 15 મિનિટ નાની કરી શકાઈ હોત.

ટૂંકમાં કહીએ તો સલમાનના ફેન્સે રિવ્યૂ વાંચ્યા વિના સીધા થિયેટરમાં ફિલ્મ જોવા માટે પહોંચી જવું અને જો તમે સલમાનના ફેન ના હોવ તો પણ આ ફિલ્મ તમને નિરાશ નહીં કરશે.

ફિલ્મને મળેલા વિવિધ સ્ટાર્સ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા- 3.5 સ્ટાર્સ

ટાઈમ્સ નાઉ ન્યુઝ- 3 સ્ટાર્સ

જનસત્તા- 4 સ્ટાર્સ

જાગરણ- 3.5 સ્ટાર્સ

ફિલ્મ- ભારત

ડિરેક્ટર- અલી અબ્બાસ ઝફર

સ્ટાર કાસ્ટ- સલમાન ખાન, કેટરીના કેફ, દિશા પટની, સુનીલ ગ્રોવર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp