આ રીતે શેહનાઝે માત્ર 6 મહિનામાં ઓછું કર્યું 12 કિલો વજન, તમે પણ જાણી લો સિક્રેટ

PC: toiimg.com

પંજાબી સિંગર અને એક્ટ્રેસ શેહનાઝ ગિલ પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈને હાલ ચર્ચામાં છે. શેહનાઝે 6 મહિના કરતા પણ ઓછાં સમયમાં 12 કિલો વજન ઓછું કરી લીધુ છે. તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ એ વાતનો પુરાવો છે કે, બિગ બોસ 13માંથી નીકળીને શેહનાઝે પોતાના લુક્સ પર ખૂબ જ કામ કર્યું છે. પોતાના એક ઈન્ટરવ્યૂમાં શેહનાઝ ગિલે પોતાની ફેટ ટૂ ફિટ જર્ની વિશે વાત કરી હતી. શેહનાઝે કહ્યું- જુઓ, લોકડાઉન ચાલી રહ્યું હતું. જેને કારણે બધુ જ કામ અટકી પડ્યું હતું. તો મેં વિચાર્યું કે આ સમયનો ફાયદો ઉઠાવીને થોડું વજન ઓછું કરી લઉં.

કેટલાક લોકોએ બિગ બોસ 13માં મારા વધારે પડતા વજનને કારણે મારી મજાક ઉડાવી હતી. ઘણા લોક વજન ઓછું કરે છે. તો મેં વિચાર્યું કે ચાલો લોકોને બતાવી દઉં કે હું પણ પાતળી થઈ શકું છું. જો તમે સાચે જ તમારું વજન ઓછું કરવા માગતા હો તો તે વધુ મુશ્કેલ કામ નથી.

શેહનાઝે પોતાનું ડાયટ રૂટિન પણ પોતાના ફેન્સની સાથે શેર કર્યું હતું. શેહનાઝે જણાવ્યું કે, તેણે આઈસ્ક્રીમ, ચોકલેટ્સ અને નોન વેજિટેરિયન ફૂડને કટ ઓફ કરી દીધું. તે દિવસમાં એક કે બે વસ્તુ જ ખાતી હતી. સાથે જ તેણે પોતાના ભોજનની માત્રા પણ ઓછી કરી દીધી હતી.

શેહનાઝે વધુમાં કહ્યું કે, જ્યારે માર્ચમાં લોકડાઉન શરૂ થયું ત્યારે મારું વજન 67 કિલો હતું, હવે મારું વજન 55 કિલો થઈ ગયું છું. મેં 6 મહિના કરતા પણ ઓછાં સમયમાં 12 કિલો વજન ઓછું કરી લીધું, તે પણ કોઈપણ પ્રકારની એક્સસાઈઝ કર્યા વિના. માત્ર મારા આહારને કંટ્રોલ કરીને મેં આ કરી બતાવ્યું.

જણાવી દઈએ કે, શેહનાઝે બિગ બોસ 13માં એન્ટ્રી લીધી હતી. અહીં તેણે પોતાની ક્યૂટનેસથી લોકોનું દિલ જીતી લીધુ હતું. તેનો ફની અંદાજ અને સિદ્ધાર્થ શુક્લાની સાથે તેની ફેન્ડશિપ અને મસ્તી ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા.

શેહનાઝ અને શોના વિનર સિદ્ધાર્થ શુક્લાની જોડીએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. બંનેનું બોન્ડિંગ અને ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી હતી. સોશિયલ મીડિયા પર તેમનું નામ સિડનાઝ ખૂબ જ ટ્રેન્ડ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp