બોલિવુડનો એક્ટર શાકભાજી વેચવા બન્યો મજબૂર, આમિરખાન સાથે કર્યું છે ફિલ્મમાં કામ

PC: jagranimages.com

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની ગઈ છે. તેવામાં કેટલાક ભણેલા લોકો પણ શાકભાજી વેચવા અથવા નાના-નાના કામ કરવા માટે મજબૂર થયા છે. જેનું મુખ્ય કારણ લોકડાઉન છે. લોકડાઉનમાં આર્થિક તંગીમાં આવી ગયેલી કેટલીક કંપનીઓ દ્વારા કર્મચારીઓને રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા છે. લોકડાઉનમાં ઘણા લોકોની નોકરી ગઈ છે અને સાથે-સાથે તેમની આવકમાં પણ ઘટાડો થયો છે. આવકમાં ઘટાડો થવાના કારણે એક બોલિવુડ એક્ટર શાકભાજી વેચવા માટે મજબૂર થયો છે.

રિપોર્ટ અનુસાર આમિર ખાનની ફિલ્મ 'ગુલામ'માં કામ કરી ચુકેલા એક્ટર જાવેદ હૈદરે પૈસાની તંગીના કારણે શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે. ટીવી એક્ટ્રેસ ડોલી બિન્દ્રાએ જાવેદ હૈદરનો એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે, જાવેદ હૈદર એક એક્ટર છે અને તે શાકભાજી વેચી રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર જાવેદ હૈદર 'દુનિયા મેં રહેના હૈ તો કામ કર પ્યારે' ગીત પર સાથે એન્જોય કરતા-કરતા શાકભાજી વેચતા નજરે ચઢે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાના કારણે લોકો જાવેદની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, કોઈ કામ નાનું કે, મોટું નથી હોતું.

જાવેદ હૈદરના વીડિયો પહેલા જુનિયર આર્ટીસ્ટ સોલંકી દિવાકરનો એક વીડિયો શેર થયો હતો. વીડિયોમાં તે રીક્ષા લઇને ફળ વેચતો જોવા મળ્યો હતો. એક્ટર સોલંકી દિવાકરે આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ'માં કામ કર્યું છે અને તે દિલ્હીમાં ફ્રૂટ વેચતો જોવા મળ્યો હતો. એક્ટિંગનું કામ પ્રતિદિન નહીં મળતું હોવાના કારણે સોલંકી દિવાકરે ફળ વેચવાનું કામ શરૂ કર્યું છે. મહત્ત્વની વાત છે કે, તે છેલ્લા 8થી 10 વર્ષથી નવી દિલ્હીના ઓખલા મંડીમાં ફળોનું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચાલવે છે. દિવાકર સોલંકીએ ઘણી ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા છે.

મહત્ત્વની વાત છે કે, લોકડાઉનના કારણે ઘણા લોકોને પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે, કામથી વંચિત રહેલા કેટલાક લોકો નાનામોટા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એટલે પરિવારના સભ્યોનું ગુજરાન ચલાવતા માટે ફિલ્મમાં કામ કરી ચુકેલા એક્ટરો પણ શાકભાજી વેચતા અને ફળ વેચતા જોવા મળે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp