નેટફ્લિક્સ પર હિન્દુ ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ, જાણો શું છે મામલો

PC: gumlet.assettype.com

ટ્વીટરના યુઝર્સ #BoycottNetflix ટ્રેન્ડ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેઓ Netflixની સામે તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ Netflix પર સરકારના નિયંત્રણની માગણી કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ Netflixને માફી માગવાનું પણ કહી રહ્યા છે અને કેટલાક યુઝર્સ તો Netflix પર પ્રતિબંધ લગાવવાની પણ માગણી કરી રહ્યા છે.

મંદિરના પરિસરમાં પ્રેમી યુગલનો કિસ કરતો સીન બતાવવામાં આવ્યો હોવાના કારણે Netflix પર હિંદુ ધર્મ વિરુદ્ધ કન્ટેન્ટ દેખાડવાનો આરોપ લાવી રહ્યો છે. જેના કારણે ટ્વીટર પર #BoycottNetflixનો ટ્રેન્ડ શરૂ થયો છે. ટ્વીટર યુઝર્સ #BoycottNetflix ટ્રેન્ડ પર પ્રતિક્રિયા આપતા Netflixની સામે વિરોધ દર્શાવી રહ્યા છે. સાથે જ કેટલાક યુઝર્સ તો સરકાર Netflix પર નિયંત્રણ રાખે તેવી પણ માગણી કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ Netflixને માફી માંગવાની વાત કહી રહ્યા છે.

Netflixના વિરોધ વચ્ચે ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય મંત્રી ગૌરવ તિવારીએ સમગ્ર મામલે મધ્યપ્રદેશમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગૌરવે શનિવારે રીવાના SSPને આ બાબતે ફરિયાદ કરી છે. અને તેમણે Netflix પર આ વેબ સિરીઝનું નિર્માણ કરનાર પર કાર્યવાહી કરવાની માગણી કરી છે. ગૌરવે Netflixના અધિકારી મોનિકા શેરગીલ અને અંબિકા ખુરાનાની સામે ફરિયાદ નોંધાવાની માગણી કરી છે.

ભાજપના નેતા ગૌરવ તિવારીએ જણાવ્યું છે કે, ઓટીટી પ્લેટફોર્મ પરથી વીડિયો ડિલીટ કરી દેવામાં નહીં આવે તો રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવશે. આ વેબ સિરીઝ વિક્રમ શેઠ દ્વારા લખવામાં આવેલા પુસ્તક પર આધારીત છે. આ સિરીઝને Netflix દ્વારા બનાવવામાં આવી છે. આ વેબ સિરીઝમાં મુસ્લિમ યુવક અને એક હિંદુ યુવતીનો કિસિંગ સીન દેખાડવામાં આવ્યો છે. આ સીન મધ્યપ્રદેશમાં આવેલા મહેશ્વર ઘાટ પર આવેલા શિવ મંદિરમાં લેવામાં આવ્યો છે.

ગૌરવ તિવારીએ જણાવ્યું છે કે, આ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને લવ જેહાદને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને હિંદુ સમાજ ક્યારેય પણ ચલાવી લેશે નહીં. મહેશ્વરમાં પાષાણ યૂગથી ઘણા બધા શિવલિંગ આવેલા છે. રાણી અહલ્યાબાઈ હોલ્કરના શાસનકાળ દરમિયાન આ જગ્યાનું નિર્માણ થયું હતું. આ મહાન ધરતી હિંદુઓની આસ્થાનું પ્રતિક છે. મહેશ્વરમાં કિસિંગ સીન બતાવવામાં આવ્યો છે તેમાં કોઈ ષડ્યંત્ર હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp