Swiggyથી ઓર્ડર કરેલા વેજ ફૂડમાં નીકળ્યું ચિકન, એક્ટરે કર્યું ટ્વીટ, 70 રૂપિયા...

PC: aajtak.in

તમિલ એક્ટર, ગીતકાર અને ડાયલોગ લેખક કો શેષાએ Swiggy થી વેજ ફૂડ ઓર્ડર કર્યું હતું, આ વેજ ફૂડમાં ચિકનનો પીસ નીકળ્યો હતો, ત્યાર બાદ તેને ટ્વીટ કર્યું અને લખ્યું કે, તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. શેષા આ વાતથી ખૂબ જ નારાજ જોવા મળ્યો કે, કંપનીએ આ હરકત માટે માત્ર 70 રૂપિયાનું વળતર આપવાની વાત કરી. તેમજ, યૂઝર્સ પણ આ વાયરલ પોસ્ટ પર વહેંચાયેલા જોવા મળ્યા.

કો શેષાએ ટ્વીટ કરીને પૂરા મામલા વિશે માહિતી આપી. પોતાના ટ્વીટમાં તેને લખ્યું કે, ‘ગોબી મન્ચુરીયન વિદ કોર્ન ફ્રાઈડ રાઈસ’માં ચિકનના પીસ નીકળ્યા છે. મેં Swiggy ના માધ્યમથી The Bowl Company થી ફૂડ ઓર્ડર કર્યું હતું, હવે Swiggy ના કસ્ટમર કેર આના બદલામાં 70 રૂપિયા વળતર આપવા ઇચ્છે છે. મારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.

પોતાના ટ્વીટમાં તેને આગળ લખ્યું કે, મેં પોતાના પૂરા જીવનમાં શાકાહારી રહ્યો છું, આ ખૂબ જ અપમાનજનક છે કે, કોઈએ મારા નૈતિક મૂલ્યોને ખરીદવાનો પ્રયત્ન કર્યો. હું માગ કરું છું કે, Swiggy ના સ્ટેટ હેડ સ્તરના અધિકારી મને ફોન કરે અને માફી માગે.

પોતાના ટ્વીટમાં શેષાએ Swiggy ના @SwiggyCares, @Swiggy અને ધ બાઉલ કંપનીનાં @tbc_india હેન્ડલરને ટેગ પણ કર્યું.

‘નોનવેજ રેસ્ટોરાંથી વેજ ફૂડ કેમ ઓર્ડર કર્યું’

શેષાનું આ ટ્વીટ સામે આવ્યા પછી અનેક લોકોના રિએક્શન સામે આવ્યા છે, અનેક લોકોએ શેષાની ટીકા કરી તો અનેક તેમના સમર્થનમાં પણ જોવા મળ્યા હતા. અનેક યૂઝર્સે લખ્યું કે, આ મામલામાં તમે ધર્મને વચ્ચે નહીં લાવો. તેમજ, એક વ્યક્તિએ લખ્યું કે, નોનવેજ રેસ્ટોરાંથી વેજ ફૂડ ઓર્ડર કર્યું, તો કંઈ વાતની ફરિયાદ કરી રહ્યા છો.

અન્ય એક યૂઝરે લખ્યું કે, આ તો ચિકન નથી લાગી રહ્યું. તમે કેવી રીતે જાણો છે કે, આ ચિકન જ છે. એક યૂઝરે તો અહીંયા સુધી કહી દીધું કે, થઇ શકે છે કે આ બકરાનું મીટ, ફિશ અથવા અન્ય કંઈ પણ હોઈ શકે છે. મને આશ્ચર્ય થઇ રહ્યો છે કે, શાકાહારી હોવા છતાં તેમને મીટમાં અંતર ખબર છે.

એક યૂઝરે સ્વીકાર્યું કે, આમાં સ્વિગીની કોઈ ભૂલ નથી. કેમ કે, ફૂડ આપવાનું રેસ્ટોરાંનું કામ છે. સ્વિગી તો માત્ર ફૂડ ડિલીવરી કરે છે, અંદર શું છે? તેને ડિલીવરી બોય તો જોઈ પણ નથી શકતો. અનેક લોકોએ આ વિચારને સહમતી પણ આપી.

અનેક એવા પણ યૂઝર્સ હતા, જે શેષા સાથે સહમત જોવા મળ્યા. તેમને કહ્યું કે, શેષાએ આ મામલામાં કાનૂની એક્શન લેવી જોઈએ. તેમજ, અનેક લોકો એવા પણ હતા, જે સ્વિગીની સર્વિસથી નારાજ જોવા મળ્યા, તેમને પણ પોતાના અનુભવ શેર કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp