રીલિઝ પહેલા જ વિકી કૌશલની 'છાવા'ને બેન કરવાની માંગ કેમ થઈ રહી છે?

PC: freepressjournal.in

વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' વિશે ઘણી ચર્ચા છે. ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા રીલિઝ થયું હતું. જેનાથી વાતાવરણ પણ ગરમાયું. પરંતુ ટ્રેલર પછી, માત્ર ચર્ચા જ નહીં, પણ વિવાદ પણ ઉભો થયો. ટ્રેલરનો એક ભાગ જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે, નિર્માતાઓએ સર્જનાત્મક સ્વતંત્રતાના નામે ઇતિહાસ સાથે છેડછાડ કરી છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઉદય સામંતે કહ્યું કે આ ફિલ્મ રીલિઝ થાય તે પહેલાં નિષ્ણાતોને બતાવવી જોઈએ. તેમણે કહ્યું કે ફિલ્મમાંથી વાંધાજનક ભાગો દૂર કરવા જોઈએ, જો આમ નહીં થાય તો 'છાવા'ને રીલિઝ થવા દેવામાં આવશે નહીં. ઉદય સામંતે X પર પોસ્ટ કર્યું, ધર્મ અને સ્વરાજના રક્ષક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બની છે તે ખૂબ જ આનંદની વાત છે.

છત્રપતિનો ઇતિહાસ દુનિયાને સમજાવવા માટે આવા પ્રયાસો જરૂરી છે. જોકે, ફિલ્મના કેટલાક વાંધાજનક દ્રશ્યો અંગે ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અમારું માનવું છે કે, આ ફિલ્મ નિષ્ણાતો અને જાણકારોને બતાવ્યા વિના રીલિઝ ન થવી જોઈએ. છત્રપતિ સંભાજી મહારાજના સન્માનને ઠેસ પહોંચાડતી કોઈપણ બાબત સહન કરવામાં આવશે નહીં.

અમારું માનવું છે કે, ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે આ સંદર્ભમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને વાંધાજનક વસ્તુઓ દૂર કરવી જોઈએ. ફિલ્મ જોયા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે, નહીંતર આ ફિલ્મ રીલિઝ થશે નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, 'છાવા'ના ટ્રેલરમાં એક ગીતનો એક ભાગ બતાવવામાં આવ્યો છે, જ્યાં વિકી કૌશલ અને રશ્મિકા હાથમાં લેઝીમ લઈને ડાન્સ કરી રહ્યા છે. લેઝીમ એક સંગીત વાદ્ય છે. આનો વાંધો ઉઠાવનારા લોકો કહે છે કે, તે હકીકતમાં ખોટું છે. ભૂતપૂર્વ સાંસદ સંભાજીરાજે છત્રપતિએ કહ્યું કે, નિર્માતાઓએ સર્જનાત્મક સ્વતંત્રતાના નામે તથ્યોને ધ્યાનમાં રાખવા જોઈતા હતા. તેમણે કહ્યું કે, આ ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજના જીવન અને તેમના શાસનની વાર્તા દર્શાવે છે તે પ્રશંસનીય છે. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર અને તેમની ટીમે મને ફિલ્મનું ટ્રેલર બતાવ્યું હતું. મેં તેમને કહ્યું કે હું આખી ફિલ્મ રીલિઝ થાય તે પહેલાં જોવા માંગુ છું. મેં તેમને કેટલાક ઇતિહાસકારો સાથે પરિચય કરાવવાની પણ ઓફર કરી જેથી વાર્તાને યોગ્ય રીતે રજૂ કરી શકાય.

તેમણે આગળ કહ્યું, જોકે, નિર્માતાઓએ ઇતિહાસકારો સાથે વાત કરી નથી. લેઝિમ અમારી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેથી કોઈપણ સિનેમેટિક સ્વતંત્રતા લેતા પહેલા, તે હકીકતો સાથે સુસંગત છે કે નહીં તેની ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે. ઇતિહાસકારો અને નિષ્ણાતોએ યોગ્ય ચિત્રણ પર વિચાર કરવો જોઈએ.

'છાવા' 14 ફેબ્રુઆરીએ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના સાથે અક્ષય ખન્ના, આશુતોષ રાણા અને દિવ્યા દત્તા પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp