દીપિકાએ એટલી મોંઘી ઈયરિંગ પહેરી કે, તેટલી કિંમતમાં 120 કિલો કાંદા આવી જાય

PC: assettype.com

દીપિકા પાદુકોણ હાલમાં તેની આવનારી ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની આ ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે. આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે. દીપિકા પાદુકોણની સાથે ફિલ્મમાં વિક્રાંત મેસી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં દીપિકા તેની આ ફિલ્મનું પ્રમોશન ઘણા રિઆલિટી ટીવી શોમાં કરી રહી છે. જેમાં તે પોતાની સ્ટાઈલને કારણે ઘણી ચર્ચામાં આવી રહી છે.

હાલમાં જ તેણે ફિલ્મના પ્રમોશન માટે એક લુક ધારણ કર્યું હતું. તેણે રેડ કોટ સૂટમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તેણે ગોલ્ડન ઈયરિંગ પહેરી છે.

જણાવી દઈએ કે દીપિકાની આ ઈયરિંગ આઉટહાઉસની છે, જેની માર્કેટમાં કિંમત 12,000 રૂપિયાની છે. એટલે કે મુંબઈમાં તમે આટલા રૂપિયામાં 120 કિલોના કાંદા ખરીદી શકો છો. મુંબઈમાં કાંદાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો છે.

દીપિકાએ તેની આવનારી ફિલ્મ અંગે જણાવ્યું કે, છપાક ફિલ્મ તેણે એટલા માટે કરી કારણ કે ગયા વર્ષે ફિલ્મો માટે તે ઘણાં નિર્દેશકોને મળી રહી હતી. તે દરમિયાન મેઘના ગુલઝાર સાથે તેની મુલાકાત થઈ હતી. ફિલ્મની કહાણી ઘણી ઈમોશનલ હતી કે મેં તરત જ હા પાડી દીધી હતી.

 
 
 
View this post on Instagram

💋#chhapaakpromotions

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાની આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરી 2020માં રીલિઝ થઈ રહી છે. ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર પર આધારિત છે. જેમાં દીપિકા એક એસિડ એટેક સર્વાઈવર માલતીના પાત્રમાં જોવા મળશે. જણાવી દઈએ કે, આ ફિલ્મને દીપિકાએ પ્રોડયુસ પણ કરી છે. ફિલ્મ દર્શકોને પસંદ આવે છે કે નહિ એ તો રીલિઝ થયા બાદ જાણ થશે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp