અયોધ્યાના ચૂકાદા પછી બોલિવુડ અભિનેતા ફરહાન અખ્તરે ટ્વીટ કર્યું

PC: iwmbuzz.com

અયોધ્યા મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્વચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠે ફેંસલો સંભળાવી દીધો છે, જે મુજબ વિવાદીત જમીન રામલલાને આપવામાં આવી છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં કોઇપણ જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવશે. સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવામાં આવશે. મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવશે.

અયોધ્યા ચુકાદા મામલે બોલિવુડ અભિનેના ફરહાન અખ્તરે ટ્વીટ કર્યું છે. જેનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ફરહાને ટ્વીટ કરતા લખ્યું, સૌ કોઈને નિવદેન છે કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું લોકો આદાર કરે. લોકો આ નિર્ણયનો અનુગ્રહની સાથે સ્વીકાર કરે, જો એ તમારા માટે કે તમારા વિરુદ્ધ જાય. આપણા દેશે એક વ્યક્તિના રૂપમાં આ મુદ્દાથી આગળ વધવાની જરૂર છે. જય હિંદ.

ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે જુઓ શું કહ્યું...

  • 5 જજોની સંમતિથી અયોધ્યા વિવાદનો નિર્ણય લેવામાં આવ્યો.
  • કોર્ટે કહ્યું, રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવશે સરકાર
  • કોર્ટે કહ્યું, મુસ્લિમ પક્ષ એ સાબિત ન કરી શક્યું કે તેમની પાસે માલિકી હક હતો. સુન્ની વક્ફ બોર્ડને 5 એકરની જમીન આપવામાં આવે.
  • કોર્ટે કહ્યું, વિવાદિત ઢાંચાની જમીન હિંદુઓને આપવામાં આવશે. મંદિર માટે ટ્રસ્ટ બનાવશે સરકાર.
  • કોર્ટે કહ્યું, મુસલમાનોને મસ્જિદ માટે બીજી જગ્યા આપવામાં આવશે.
  • કોર્ટે કહ્યું કે, મુસ્લિમ પક્ષ જમીનનો દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહી.
  • સાથે જ કોર્ટે ચોખવટ કરી કે નિર્ણય કાયદાના આધારે જ આપવામાં આવશે.
  • કોર્ટે કહ્યું કે, આસ્થાના નામ પર જમીનનો માલિકી હક આપી શકાય નહિ.
  • મસ્જિદ ક્યાકે બની તેની ચોખવટ ASIએ કરી નથી.પણ ASIએ ન કહી શક્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.
  • તેમણે રિપોર્ટમાં એવું નથી કહ્યું કે ખાલી જમીન પર મસ્જિદ બનાવવામાં આવી નહોતી.
  • ASI રિપોર્ટના આધારે નીચે મંદિર હતું, એવું ચીફ જસ્ટિસે કહ્યું.
  • કોર્ટે કહ્યું, મસ્જિદ ક્યારે બનાવાઈ તે સ્પષ્ટ નથી. નિર્મોહી અખાડાના સૂટને પણ ફગાવી દેવામાં આવી.
  • સુપ્રીમ કોર્ટ દ્વારા શિયા મામલે સર્વસંમતિથી શિયા-સુન્ની બોર્ડની અરજી ફગાવી દેવામાં આવી, જેમાં માંગ હતી કે, શિયાએ આ મસ્જિદ બનાવી હતી.

 આ દેશનો સૌથી જૂનો મામલો છે અને આ મામલે 40 દિવસો સુધી નિયમિત સુનાવણી કરવામાં આવી હતી. આ સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી લાંબી ચાલનાર સુનાવણી હતી. સૌથી લાંબી સુનાવણીનો રેકોર્ડ વર્ષ 1973ના કેશવાનંદ ભારતી કેસનો છે, જેમાં 68 દિવસો સુધી સુનાવણી ચાલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp