ફાતિમા શેખે કર્યો જાતીય શોષણને લઇને ખુલાસો

PC: amarujala.com

 આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ થી જાણીતી બનેલી અભિનેત્રી ફાતિમા સના શેખે એક ખુલાસો કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધાં છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ફાતિમાને જાતીય શોષણને લઇને સવાલો કરવામાં આવ્યાં તો તેને ચોંકાવનારા જવાબો આપ્યા હતા. ફાતિમાએ ખુલાસો કર્યો કે તે પોતે પણ જાતીય શોષણનો શિકાર થઇ ચૂકી છે.

ઇન્ટરવ્યુ દરમિયાન ફાતિમા શેખ પાસે મહિલાઓ સાથે વધતા જાતીય શોષણને લઇને મંતવ્ય માગ્યા હતા. આના જવાબમાં ફાતિમાએ કહ્યું કે આ મુદ્દે હું વધારેબોલી નહી શકું. ફાતિમાએ ખુલાસો કર્યો કે તેનું પણ જાતીય શોષણ થઇ ચૂક્યું છે, પરંતુ એ કિસ્સાને હું કોઇની સાથે વહેંચવા નથી માગતી.

ફાતિમાએ કહ્યું કે તે પોતાની જિંદગી સાથે જોડાયેલી વાત જાહેરમાં નથી કહેવા માગતી. હું આની સાથે પોતે જ ડીલ કરું છું. જાતીય શોષણ સામાન્ય થઇ ગયું છે અને મહિલાઓ પણ તેને પોતાના જીવનમાં સરળતાથી સ્વીકારી લે છે.ફાતિમાએ કહ્યું કે, હું એ કોઇને નથી કહેવા માગતી કે આવી સમસ્યા સાથે હું કેવી રીતે લડી છું. હું અ પણ નથી ઇચ્છતી કે લોકો મને મારા નિર્ણયથી જજ કરે. આ વિષય પર હું મારા નજીકના લોકો સાથે ચર્ચા કરી ચૂકી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp