ઘૂવડ સાથે વીડિયો બનાવવો કીર્તિને પડ્યો મોંઘો, જુઓ વન વિભાગે શું સજા આપી

PC: khabarchhe.com

કોઇને કોઈ કારણોસર વિવાદમાં રહેતી ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ થોડા દિવસો પહેલા જ એક વીડિયોને કારણે વિવાદમાં ફસાઈ હતી, જેમાં તેણે એક ઘૂવડ સાથે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, પરંતુ ઘૂવડ સાથે આવો વીડિયો ન બનાવી શકાય. તે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન અંતર્ગત આવે છે. આ વીડિયોને કારણે કીર્તિ પટેલ પર કેસ પણ કરવામાં આવ્યો હતો અને વન વિભાગે કીર્તિ પટેલને સજા રૂપે દંડ ફટકાર્યો છે.

વન વિભાગે કીર્તિ પટેલને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેનો ફોટો કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઘૂવડને પકડવું વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન અંતર્ગત ગુનો છે. ઘૂવડ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પશુ-પક્ષીઓની શ્રેણીમાં આવે છે. કીર્તિ પટેલે ઘૂવડને હાથમાં પકડીને વીડિયો ઉતાર્યો હતો, જેને લઇને તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી. વન વિભાગે કીર્તિ પટેલને 15000 અને તેનો સાથ આપનારને 10000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

TikTok આજકાલ ઉભરતા કલાકારોને સારું પ્લેટફોર્મ આપી રહ્યું છે. ઘણા લોકો TikTok પર પોતાના વીડિયો બનાવીને ખૂબ પ્રખ્યાત થઈ ગયા છે અને તેમાંથી એક ગુજરાતી કલાકાર કીર્તિ પટેલ છે. કીર્તિ પટેલે ખૂબ ઓછા સમયના મોટી નામના મેળવી છે. ગુજરાતી ભાષામાં અલગ-અલગ અંદાજમાં વાતો કરતા વીડિયો TikTok પર અપલોડ કરીને કીર્તિ પટેલે ખૂબ પ્રચલીત બની છે. પ્રસિદ્ધ થયા પછી રાજા રજવાડા પર એક વીડિયોમાં કોમેન્ટ કરતા TikTok પર લોકોએ કીર્તિ પટેલનો વિરોધ શરૂ કર્યું હતું. હજુ એક વિવાદનો વંટોળમાંથી બહાર આવી ત્યાં કીર્તિ પટેલ વધુ એક વિવાદમાં ફસાઈ હતી.

કીર્તિ પટેલે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શનમાં એક્ટમાં આવતા ઘૂવડને હાથમાં પકડીને એક વીડિયો બનાવ્યો હતો. ઘૂવડને હાથમાં પકડવું અને તેની સાથે રમત કરવીએ કાયદાકીય રીતે ગુનો ગણાય છે. તેથી કીર્તિ પટેલ સામે વન વિભાગ કાર્યદાકીય કાર્યવાહી કરી શકે છે. ઘૂવડની સાથે વીડિયો બનાવતા પક્ષીપ્રેમી લોકોમાં નારાજગી જોવા મળી હતી.

#kirtipatel #tiktokstar #gujarat @mpparimal 
ગુજરાતી ટિકટોક સ્ટાર કિર્તી પટેલ વિવાદમાં
ફેમસ થવા વન્ય જીવ ઘૂવડ સાથે બનાવ્યો ટિકટોક
પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી
લુપ્ત થવાના આરે અતિ સંરક્ષિત વન્ય જીવ ઘૂવડને પકડીને વિડિયો બનાવ્યો pic.twitter.com/xrurqKcfQy

 

કીર્તિ પટેલ હાથમાં ઘૂવડ લઇને કહી રહી છે કે, 'આ છે ઘૂવડ, આજ કાલ માણસો ઘૂવડ જેવા થઇ ગયા છે. પણ માણસોની કરતા આ ઘૂવડ સારા છે કારણ કે, આ ઘૂવડને દિવસે નથી દેખાતું પણ રાત્રે દેખાય છે. આપણા માણસોની જાતને દિવસે પણ નથી દેખાતું અને રાત્રે પણ નથી દેખાતું નથી, બસ ખરાબ જ વેણ બોલવા છે, વિરોધ કરીને એકબીજાના ટાટીયા ખેંચીને હેઠા પાડવા છે. એના લીધા આજકાલ ઘૂવડ પણ ઓછા જોવા મળે છે. કીર્તિ પટેલને મળ્યા હાલો જોવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp