રાવણથી પણ મોટો છે સલમાનનો અહંકાર, હત્યા કરવું જ મારું લક્ષ્ય: લોરેન્સ બિશ્નોઇ

PC: zeenews.india.com

શુક્રવારે પંજાબની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનું ઇન્ટરવ્યૂ ફરીથી સામે આવ્યું છે. આ વખત તેનો લૂક ગત ઇન્ટરવ્યૂની તુલનામાં બદલાયેલો નજરે પડી રહ્યો છે. પહેલા જ્યાં તેની મૂંછો અને વાળ મોટા દેખાઇ રહ્યા હતા, તો હવે ખૂબ નાના થઇ ગયા છે. જેલથી તેણે ફરી એક વખત બોલિવુડ એક્ટર સલમાન ખાનને મારવાની ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, સલમાન ખાનનો અહંકાર રાવણથી પણ મોટો છે. ABP ન્યૂઝને ફરીથી આપેલા ઇન્ટરવ્યૂમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, સલમાન ખાન જો માફી માગી લે તો વાત પૂરી થઇ જશે.

તેણે આગળ કહ્યું કે, છેલ્લા 4-5 વર્ષોથી સલમાન ખાનને મારવા માગું છું. સલમાન ખાનનો અહંકાર રાવણથી મોટો છે, સિદ્ધુ મૂસેવાલા પણ અહંકારી હતો. સલમાન ખાને માફી માગવી પડશે. તેણે બિકાનેરમાં અમારા મંદિરે જવું જોઇએ અને માફી માગવી જોઇએ. મારા જીવનનું લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે. જો તેની સુરક્ષા હટાવવામાં આવી તો, હું સલમાન ખાનને મારી નાખીશ. ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પંજાબની બંઠીડાની જેલમાં બંધ છે.

ગત ઇન્ટરવ્યૂ બાદ પંજાબ જેલના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, એ ઇન્ટરવ્યૂ જૂનું હતું અને રાજ્યની કોઇ પણ જેલમાં રેકોર્ડ કરવામાં આવ્યું નથી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગેંગસ્ટરનો લૂક પણ બદલાઇ ગયો છે. શુક્રવારે પ્રસારિત ઇન્ટરવ્યૂમાં લોરેન્સ બિશ્નોઇનો નવો લૂક સામે આવ્યો છે. વર્ષ 1998માં સલમાન ખાને પોતાની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ની શૂટિંગ લોકેશન પાસે કાળા હરણનો શિકાર કર્યો હતો. બિશ્નોઇ સમુદાઇ દ્વારા દાખલ કરાયેલા એક કેસમાં જોધપુરની એક કોર્ટે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જો કે તેને જામીન મળી ગયા હતા.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ બંને ઇન્ટરવ્યૂ જેલથી આપ્યા છે. એવામાં સવાલ ઊભા થવા લાગ્યા છે કે, જેલમાં આખરે કઇ રીતે ગેંગસ્ટર પાસે મોબાઇલ ફોન પહોંચી જાય છે. લોરેન્સ બિશ્નોઇએ આ સવાલનો જવાબ પણ આપ્યો. મોબાઇલ ફોન પર વાતચીત કરતા તેણે કહ્યું કે, જેલની દીવાલથી અંદર મોબાઇલ ફોન ફેકી દેવામાં આવે છે. અત્યારે રાતનો સમય છે, આ કારણે કોઇ પણ પોલીસકર્મી આસપાસ નથી. તેણે કહ્યું કે, તે જેલથી બહાર આવવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp