મોટા ભાઈ તૈમૂરની કોપી છે કરીનાનો લાડલો, જુઓ નાના રણધીરે ભૂલથી શેર કરેલી તસવીર

PC: instagram.com

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને ફેબ્રુઆરી મહિનામાં બીજી વખતની માતા બની છે. બેબો અને સૈફ અલી ખાનના ઘરે બીજી વખત પણ પુત્રનો જન્મ થયો છે. આ ખબર મળતાની સાથે જ આખા બોલિવુડે કપલને શુભેચ્છા પાઠવીહતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કરીના કપૂર ખાને પોતાના પુત્રની પહેલી ઝલક ફેન્સને દેખાડી હતી પરંતુ તેમાં તેનો ચહેરો જોઈ શકાતો ન હતો. પરંતુ હવે પટૌડી ખાનદાનના ચોથી ચિરાગનો ફોટો સામે આવી ગયો છે.

આ ફોટાને કરીના કપૂર ખાનના પિતા અને એક્ટર રણધીર કપૂરે શેર કરી હતી. કરીનાના પિતા રણધીર કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે ફોટો કોલાર્જ શેર કર્યો હતો. આ ફોટામાં એક ફોટો તૈમૂરના જન્મ વખતનો હતો અને બીજો ફોટો કરીનાના બીજા છોકરાનો લાગી રહ્યો હતો. ફોટામાં તે હૂબહુ તૈમૂરની કોપી લાગી રહ્યો છે. જોકે આ ફોટાને થોડા સમયની અંદર જ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.

ફોટાને જોઈને લાગે છે કે કરીનાનો નાનકડો પુત્ર દેખાવમાં એકદમ તૈમૂર પર ગયો છે. ભલે રણીધર કપૂરે આ ફોટાને ડિલીટ મારી દીધો પરંતુ સોશિયલ મીડિયા પર આ બંને ફોટા ઘણા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટાને જોયા પછી સૌ કોઈ કહી રહ્યું છે કે આ કરીનાના બીજા બાળકનો ફોટો છે. આ બંને ફોટાને ફેન્સ પોતાનો પ્રેમ આપી રહેલા જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ રણધીરે કપૂરે એવી હિંટ આપી હતી કે કરીનાનો નાનકડો છોકરો તૈમૂર જેવો જ દેખાય છે. તૈમૂરનો જન્મ 20 ડિસેમ્બર 2016ના રોજ થયો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

કામની વાત કરીએ તો છોટે તૈમૂરના જન્મ પછીના 1.5 મહિના બાદ જ કરીના ફરીથી કામ પર પાછી ફરી છે. સૌને ખબર છે કે કરીના બીજા બાળકના જન્મના છેલ્લા દિવસો સુધી કામ કરતી જોવા મળી છે. કરીના ટૂંક સમયમાં બોલિવુડ મિસ્ટર પરફેક્ટનીસ્ટ આમિર ખાન સાથે તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળવાની છે. મેટરનિટી બ્રેક લેતા પહેલા કરીનાએ પોતાના ભાગનું શૂટિંગ પતાવી દીધું હતું. કરીના સિવાય જાન્યુઆરીમાં વામિકાને જન્મ આપનારી અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કામ પર પાછી ફરેલી જોવા મળી હતી. પહેલા એવો સમય હતો કે એક વખત માતા બની ગયા પછી બોલિવુડમાં અભિનેત્રીઓને કામ મળતું ન હતું પરંતુ આજે સિનેરીયો કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે, જે ઘણી સારી વાત કહી શકાય તેમ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp