આ અભિનેતાએ હૈદરાબાદ રેપ-મર્ડર કેસના આરોપીઓને ફાંસીએ લટકાવવાની કરી માગ

PC: videoblocks.com

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને ત્યારબાદ તેના મૃતદેહને બાળી નાખવાની ઘટના અંગેનો આક્રોશ સ્પષ્ટ દેખાય રહ્યો છે. બોલિવુડના હસ્તીઓથી લઈને રાજકારણીઓ સુધીના દરેક લોકો આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે પીઢ અભિનેતા ચિરંજીવીએ પણ આ મામલે પોતાની લાગણી વ્યક્ત કરી છે.

તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું, તે પ્રશંસાની વાત છે કે ટૂંક સમયમાં જ આ ચારેય આરોપીઓને પકડવામાં આવ્યા છે. હવે આ રીતે વિચારનારા લોકોમાં ડર પેદા કરવા માટે રસ્તા પર લટકાવવા એ સાચી રીત છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં છોકરીઓ પર બળાત્કાર અને હત્યાની ઘટનાઓ દિલ દુખાવનારી છે. દેશમાં છોકરીઓ માટે અસલામતી અને ભયનો માહોલ છે.

એવું લાગે છે કે આપણે પુરુષ રાક્ષસો વચ્ચે જીવી રહ્યા છીએ. એક વડીલ અને એક પિતા તરીકે હું આ ઘટનાઓને ધ્યાનમાં આવતાની સાથે પ્રતિક્રિયા આપું છું. આ પ્રકારના ગુનાખોરોને સજા થવી જોઈએ. તેઓમાં ભય ફેલાવવો જોઇએ. તેમને ફાંસીની સજા થવી જોઈએ. આવા ગુનેગારોને વહેલી તકે પકડવામાં આવે તે ખૂબ મહત્વનું છે. સાથે સાથે તેમને વહેલી તકે સજા થવી જોઈએ.

 
 
 
View this post on Instagram

A post shared by Chiranjeevi 🔵 (@chiranjeeviofficiall) on

તેમણે કહ્યું, એક વાત હું દરેક છોકરીને કહી શકું તે છે તમારા ફોનમાં 100 નંબર સેવ કરો. તમારા ફોનમાં પર હોક આય એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરો. તમારા ફોન પર શી ટીમ બટન દબાવો અને તેલંગાણા પોલીસ પહોંચશે. પોલીસ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરો. મહિલાઓની સુરક્ષા અને સન્માન આપવી તે દરેકની જવાબદારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp