રાવણના પાત્રમાં જોવા મળશે રિતિક, અવતાર ફિલ્મની કોસ્ચ્યુમ ટીમ ડિઝાઈન કરશે લૂક

PC: cnet.com

પ્રોડ્યુસર મધુ મંટેનાની રામાયણને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ફિલ્મમાં રિતિક રોશનના રાવણના રોલ ભજવવાની ખબરો મળી રહી છે. જ્યારે દીપિકા પાદુકોણ ફીમેલ લીડ નિભાવશે તેવી ચર્ચા છે. જોકે હજુ સુધી તેને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. હવે આ બધાની વચ્ચે ખબરો મળી છે કે રામાયણને ખાસ બનાવવા માટે મેકર્સ હોલિવુડ ફિલ્મ અવતારની કોસ્ચ્યુમ ટીમની સાથે વાતચીત કરી રહી છે.

મીડિયાના સૂત્રોના કહેવા પ્રમાણે, માઈથોલોજીકલ ડ્રામા રામાયણના મેકર યુએસ બેસ્ડ કોસ્ચ્યુમ ટીમ સાથે વાતચીત કરી રહ્યા છે. આ કોસ્ચ્યુમ ટીમે હોલિવુડની સાયન્સ ફિક્શન ફિલ્મ અવતાર માટે કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા હતા. જો આ ફાઈનલ થઈ જાય છે તો રામાયણમાં રિતિકના રોલ માટે ટીમ કોસ્ચ્યુમ ડિઝાઈન કરશે. ફિલ્મની વાત કરીએ તો રિપોર્ટ્સ છે કે આ લાઈવ એક્શન ટ્રાયોલોજી હશે, જેને 3ડીમાં શૂટ કરવામાં આવશે.

આ ફિલ્મને હિંદી ભાષાની સાથે તમિલ અને તેલુગુમાં પણ રીલિઝ કરવામાં આવશે. તેનું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અલ્લુ અરવિંદ, નામિત મલ્હોત્ર અને મધુ મન્ટેના આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. રિતિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ વોર ફેન્સ અને ક્રિટિક્સ બંનેમાં સારો રિસપોન્સ મેળવ્યો છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ મહત્ત્વના પાત્રમાં હતો. હવે વોર 2ને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. તે સિવાય રિતિકિ ક્રિશ 4માં પણ જોવા મળવાનો છે. આ ફિલ્મમાં સૌ પ્રથમ વખત દીપિકા અને રિતિક સાથે દેખાવાના હોવાથી તેમના ફેન્સમાં બંનેની આ ફિલ્મને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે રામાયણ મધુ મન્ટેનાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેમણે આ ફિલ્મ માટે કેટલાંક રિસર્ચ સ્કોલર્સને રિસર્ચ કરવા માટે પણ કહ્યું છે. જ્યારે મળેલી જાણકારી પ્રમાણે તેને બે ભાગમાં રીલિઝ કરવામાં આવી શકે છે. ડિરેકટર ઓમ રાઉત પણ તેની મોટી બજેટ ફિલ્મ આદિપુરુષને લઈને એક્સાઈટેડ છે. આ ફિલ્મમાં સાઉથનો સુપર સ્ટાર પ્રભાસ શ્રીરામના પાત્રમાં જોવા મળશે, જ્યારે ક્રિતી સેનન માતા સીતાના પાત્રમાં જોવા મળવાની છે. જ્યારે સૈફ અલી ખાન રાવણના પાત્રમાં જોવા મળવાનો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp