કંગના રણૌત બોલી- ચૂંટણીમાં કોના માટે પ્રચાર કરશે

PC: spiderimg.amarujala.com

બોલિવૂડની આખા બોલી અભિનેત્રી કંગના સતત કોઈને કોઈ વિષયને લઈને ચર્ચામાં રહે છે. ખેડૂતો પરના નિવેદન, આઝાદી અંગેની ટિપ્પણી અને ફિલ્મોની ચર્ચા બાદ વધુ એક નિવેદન આપી તે હેડલાઈન્સમાં રહી છે. શનિવારે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલી નથી. પરંતુ તે રાષ્ટ્રવાદીઓ માટે પ્રચાર કરશે. શ્રી કૃષ્ણ જન્મસ્થળ મથુરાની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આવું કહ્યું હતું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તે વર્ષ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરશે? આ અંગે કંગનાએ કહ્યું હતું કે, હું કોઈ પાર્ટીની નથી, હું તેમના માટે પ્રચાર કરીશ જે રાષ્ટ્રવાદી છે. કંગનાએ એમ પણ કહ્યું કે આશા છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોકોને મથુરામાં ભગવાન કૃષ્ણના 'મૂળ જન્મ સ્થળ'ની મુલાકાત કરાવશે. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો ત્યાં એક ઈદગાહ છે. કંગના પહેલીવાર ઉત્તર પ્રદેશના મથુરા-વૃંદાવનની મુલાકાતે આવી છે. તે પણ એક કૃષ્ણભક્ત છે.

કંગનાએ કહ્યું, મને માખણનો પ્રસાદ મળ્યો છે. ઠાકોરજીને જોઈને ખૂબ જ સારું લાગ્યું." મથુરાના કૃષ્ણ જન્મસ્થાન મંદિરની મુલાકાત લીધા પછી, કંગનાએ કહ્યું, "ભગવાનના દર્શન કરો. ત્યાં એક જેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવી છ વધુ જેલ છે, જે ઈદગાહ હેઠળ છે. અત્યારે તે બંધ છે. આશા છે કે યોગીજી (મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ) ત્યાં પણ દર્શન કરાવશે. કંગનાએ એ પણ સ્પષ્ટ કર્યું કે, મારી વાત એવા લોકોને ખોટી લાગે છે જેના દિલમાં ચોર છે. પણ જે લોકો સાચા છે, બહાદુર છે, દેશભક્ત છે, રાષ્ટ્રઅંગે વાત કરે છે. તે લોકોને મારી વાત સાચી લાગશે. કંઈ ખોટું લાગશે નહિ."

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસોથી વિરોધનો સામનો કરી રહી છે. સોશિયલ મીડિયા પર કંગના રનૌત વિરુદ્ધ ચાલી રહેલી નફરત અને વિરોધની જુવાળ જોવા મળી છે. એક આખો વર્ગ એનો વિરોધ કરે છે. શનિવારે આ માહોલ વચ્ચે તે મથુરાના વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર પહોંચી હતી. આ દરમિયાન તેમણે ભગવાનના આશીર્વાદ લીધા હતા. અભિનેત્રીએ મથુરા જવાની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તેણે કૃષ્ણ જન્મભૂમિ દર્શન માટે મથુરા જવાની ખુશીની તસવીરો પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp