મલ્લિકા શેરાવતનો મોટો ખુલાસો, કોમ્પ્રોમાઇઝ ન કર્યું એટલે 20 ફિલ્મો હાથમાંથી ગઈ

PC: instagram.com/mallikasherawat/

પોતાના બોલ્ડ અવતાર અને સ્ટાઈલીશ લુકથી બોલિવુડમાં જાણીતી અભિનેત્રી મલ્લિકા શેરાવત સમયાંતરે ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તે ફરી એકવખત સમાચારોની હેડલાઈન્સમાં છે. સોશિયલ મીડિયા પર કેટલાક ટ્રોલ્સે કહ્યું હતું કે, ભારતમાં થનારી દુષ્કર્મની ઘટના પર મલ્લિકા શેરાવતની ફિલ્મો જવાબદાર છે. મલ્લિકાએ આ મુદ્દે દિલ ખોલીને વાત કરી છે.

આવું કહેનારા ટ્રોલ્સને તેણે જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઉપરાંત તેણે પોતાના બોલિવુડ કેરિયર અંગે પણ વાત કરી છે. મલ્લિકાએ કહ્યું કે, 20થી 30 ફિલ્મો એટલા માટે ગુમાવી પડી છે કારણ કે, મેં એવું 'સમાધાન' કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પોતાના એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, વાસ્તવિક જીવનમાં તે જેવી સ્ક્રિન પર દેખાય છે એવી બિલકુલ નથી. એક સારા પરિવારમાંથી આવતી હોવા છતાં મને અલ્પજાતિની માનવામાં આવતી હતી. મને 20થી 30 ફિલ્મો એટલા માટે ન મળી કારણ કે, જે મને યોગ્ય ન લાગ્યું એ મેં ક્યારેય કર્યું નથી. જે કંઈ હું સ્ક્રિન પર કરૂ છું વાસ્તવિક જીવનમાં હું એનાથી ખૂબ જ અલગ છું. શરૂઆતમાં જ મેં નક્કી કરી લીધું હતું કે, મારે શું નથી કરવાનું. જેના કારણે મેં અનેક ફિલ્મો ગુમાવી છે. પણ હું ખુશ છું કે,મને મારી શરતો પ્રમાણે કામ મળી રહ્યું છે. આ ઉપરાંત સારા સારા ચાન્સ પણ મળી રહ્યા છે. પોતાના પરિવાર અંગે વાત કરતા તેણે કહ્યું કે, મને અલ્પજાતિની માનવામાં આવતી હતી. પણ એક સારા અને એજ્યુકેટ પરિવારમાંથી મોટી થઈ છું. પણ મને અલ્પજાતિના બાળકોની જેમ ટ્રિટ કરવામાં આવતી. પણ મારે ભારે મહેનત કરવી પડી અને એનાથી મને કામ મળ્યું છે.

 

મારા કામને કારણે જ આ બધું મળ્યું છે જે આજે મારી પાસે છે. આપણે પોતે મહેનત કરવી પડશે કે, કોઈ પણ પરિવારમાં દીકરીને ક્યારેય બોજ ગણવામાં ન આવે.આ સિવાય તેણે ટ્રોલ્સને લઈને કહ્યું કે, લોકો આજે પણ દોષિતોની માનસિકતાના બદલે ફિલ્મો, ઈન્ટરનેટ, પશ્ચિમી સભ્યતા અને યુવતીઓના પહેરવેશને દુષ્કર્મ માટે જવાબદાર માને છે. આ પરથી એમની માનસિકતાનો ખ્યાલ આવે છે. વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'ખ્વાહિશ'થી તેણે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જેમા તેણે 17 કિસિંગ સીન આપીને સનસની મચાવી હતી. આ પછી એની ફિલ્મ 'મર્ડર', 'વેલકમ', 'ડબલ ધમાલ', 'પ્યાર કે સાઈડ ઈફેક્ટ', 'માન ગયે મુગલે આઝમ' જેવી ફિલ્મ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp