રોહિતના મનામણા અને દિનેશ કાર્તિકે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

PC: amarujala.com

દિનેશ કાર્તિકના જોરદાર પર્ફોમન્સને કારણે ઈન્ડિયાની ટીમે રવિવારે નિદહાસ ટ્રોફીની ફાઈનલમાં બાંગ્લાદેશને 4 વિકેટથી હરાવીને જીત હાંસલ કરી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ઈન્ડિયાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું. મેચ પહેલા દિનેશ કાર્તિક સાતમા ક્રમે આવવા આનાકાની કરતો હતો પણ રોહિત શર્માએ તેને મનાવ્યો હતો. રોહિતે શર્માએ કટોકટ સમય માટે તૈયાર રહેવાનું કહ્યું હતું અને કાર્તિક માની ગયો હતો.

કાર્તિકે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. 2014મા સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મેચમાં બ્રાડ હોજે આઠ બોલમાં 21 રન ફટકાર્યા હતા. કાર્તિકે આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. 

બાંગ્લાદેશની ટીમે ઈન્ડિયાની સામે 164 રનનું લક્ષ્ય આપ્યું હતું. તેની સામેના જવાબમાં ભારતે નક્કી કરેલી ઓવરમાં 168 રન બનાવીને વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો વિકેટ કિપર દિનેશ કાર્તિક રહ્યો હતો. જ્યાં બીજી બાજુ કેપ્ટન રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. તેણે 42 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા મારીને 56 રન બનાવ્યા હતા. જોરદાર પર્ફોમન્સ માટે ડીકે ને 'મેન ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

 આ પહેલા

બાંગ્લાદેશ માટે સબ્બીર રહેમાને સૌથી વધારે 77 રન બનાવ્યા હતા અને તમીમ ઈકબાલે 15, લિટન દાસે 11 અને મહુમુદુલ્લાહે 21 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા તરફથી યુજવેન્દ્ર ચહલે સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જયદેવ ઉનાડકટે 2 અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી.

ઈન્ડ્યાની ટીમના હીટ મેન રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં 7 હજારથી વધારે રન બનાવનાર ત્રીજા ભારતીય ખેલાડી બન્યા. પહેલા અને બીજા નંબર પર સુરેશ રૈના અને વિરાટ કોહલીનું નામ સામેલ છે. રોહિત ટી-20ની ફાઈલનમાં બે વખત 50 કે તેથી વધારે રન બનાવનાર દુનિયાના ચોથા કેપ્ટન બન્યા. મહમુદુલ્લાહ બાંગ્લાદેશનો ચોથો ખેલાડી બન્યો, જેમણે ટી-20 ઈન્ટરનેશનલમાં 1 હજારથી વઘારે રન બનાવ્યા. જેમાં પહેલા, બીજા અને ત્રીજા નંબર પર ક્રમશ તમીમ ઈકબાલ, કેપ્ટન શાકીબ હલ હસન અને મુશ્ફિકુર રહીમનું નામ સામેલ છે.

ટીમ ઈન્ડિયા વિશ્વની પહેલી ટીમ બની, જેણે ત્રણ ટી-20 સિરીઝ થવા ટુર્નામેન્ટ જીતી હોય . આ જ નહીં ટીમ ઈન્ડિયા ટી-20 ઈન્ટરનેશનલમાં સાર્વત્રિક જીત મેળવવામાં પણ બીજા સ્થાન પર છે. આ ઈન્ડિયા ટીમની 61 મી જીત હતી. સૌથી વધારે જીતનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે, તેણે સૌથી વધારે 74 મેચ જીતી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp