જ્હાન્વી કપૂર નાનપણના મિત્રને ડેટ કરી રહી છે કે પછી આ એક્ટરને? જાણો હકીકત

PC: moviesmatinee.in/

જ્હાન્વી કપૂરનું બોલિવુડ ડેબ્યૂ વર્ષ 2018માં ચર્ચાનો વિષય રહ્યુ. ફિલ્મ ધડકથી તેણે પોતાનો બોલિવુડ ડેબ્યૂ કર્યો. ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા. દરમિયાન તે તેના કો-સ્ટાર ઈશાન ખટ્ટરની ખૂબ જ નજીક આવતી દેખાઈ. બંનેના અફેરના સમાચારો સામે આવવા માંડ્યા. ઈશાન ઉપરાંત, જ્હાન્વીનું નામ તેના નાનપણના ફ્રેન્ડ અક્ષત રાજનની સાથે પણ જોડાઈ રહ્યુ છે. જ્હાન્વીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં આ વાતને નકારી હતી અને પોતાની રિલેશનશિપ અંગે વાતો કરી હતી.

જ્હાન્વીએ જણાવ્યુ હતુ કે, તેના ઘરમાં ડેટિંગ હંમેશાં એક વિષય રહ્યો છે. મમ્મી અને પપ્પા તેને લઈને ખૂબ જ ડ્રામાટિક રહ્યા છે. મારા પેરેન્ટ્સ મને કહેતા આવ્યા છે કે, જો તને કોઈ છોકરો પસંદ આવશે તો તું મને જણાવજે. અમે તારા લગ્ન તેની સાથે કરાવી આપીશું. તેના જવાબમાં મેં તેમને કહ્યુ હતું કે, જો કોઈ છોકરો મને પસંદ પણ હશે તો હું તેની સાથે લગ્ન નથી કરવા માંગતી.

તેણે ઈશાન સાથે પોતાના રિલેશનના સમાચારોને નકારતા કહ્યુ હતુ કે, તે ઈશાનને ડેટ નથી કરી રહી. થોડાં સમય પહેલા તે કરન જોહરના શો કોફી વિથ કરનમાં પણ ગઈ હતી. દરમિયાન કરને તેને ઈશાનને ડેટ કરવા અંગે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં અર્જુન કપૂરે કહ્યુ હતુ કે, ઈશાન હંમેશાં જ્હાન્વીની આસપાસ જ રહે છે.

અક્ષત રાજન વિશે જ્હાન્વીએ કહ્યુ હતુ કે, અફવા તો એ પણ છે કે હું મારા નાનપણના મિત્ર અક્ષત રાજનને ડેટ કરી રહી છું. સાચુ કહું તો તેને હવે મારી સાથે બહાર જવામાં ડર લાગવા માંડ્યો છે. તેને લાગે છે કે, લોકો જો અમને બંનેને સાથે જોઈ લેશે તો અમે બંને કેમેરાની નજરમાં આવી જઈશું અને અમારા રિલેશનશિપની અફવાઓ ફેલાવા માંડશે. એટલું જ નહીં પરંતુ તે મારા પપ્પાની બર્થડે પર આવ્યો હતો ત્યારે કેમેરા જોઈને તે સંતાવા માંડ્યો હતો અને ત્યાં વધુ સમય રોકાયો પણ નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp