રિયાને દ્રૌપદીનું પાત્ર કરવામાં આવ્યું ઓફર? જાણો શું છે તેનો ઈરાદો

PC: facebook.com

બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ થોડા જ દિવસો પહેલા જ મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઓફ 2020ના લિસ્ટમાં પહેલો ક્રમ મેળવ્યો હતો. હાલની ખબરોની માનીએ તો હવે તેના હાથમાં એક મોટી ફિલ્મ આવી છે. રિયા ચક્રવર્તીને પૌરાણિક સ્ટોરી મહાભારતથી પ્રેરિત એક મોટો પ્રોજેક્ટની ઓફર મળી છે. જોકે રિયા ચક્રવર્તીને ફિલ્મમાં દ્રૌપદીના પાત્રની ઓફર થઈ છે. ફિલ્મને મોર્ડન સમય પ્રમાણે બતાવવામાં આવશે. જોકે રિયા ચક્રવર્તીએ આ પ્રોજેક્ટને લઈને હજુ સુધી ક્લિયર કંઈ કહ્યું નથી.

આ ફિલ્મમાં એવું કંઈક થશે જે એકદમ હટકે હશે. હજુ રિયા ચક્રવર્તી પોતાની આ ઓફર પર વિચાર કરી રહી છે. આ ઓફરને લઈને વાતચીત ચાલી રહી છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મથી તેના કરિયરમાં એક મોટો બદલાવ આવી શકે તેમ છે. જો રિયા આ ઓફરને સ્વીકારી લે છે તો બીજી વખત તેના માટે બોલિવુડનો રસ્તો ખુલી જશે. તે સિવાય રિયા ઈમરાન ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ચહેરેમાં પણ જોવા મળવાની છે.

 
 
 
View this post on Instagram

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તેનું પાત્ર નાનું છે પરંતુ ઘણું મહત્ત્વનું છે. જણાવી દઈએ કે રિયા સોશિયલ મીડિયા પર પોતાની એક્ટિવનેસ ફરીથી વધારી રહેલી જોવા મળે છે. થોડા દિવસો પહેલા તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહની ડેથ એનિવર્સિરી પહેલા એક પોસ્ટ શેર કરી હતી. તેણે પોસ્ટમાં એક ક્વોટ લખ્યો હતો. તેણે લખ્યું હતું કે મોટા દુખથી તાકાત મળે છે. તેને લઈને તમારે મારી પર વિશ્વાસ કરવો પડશે. બસ મુશ્કેલ સમયમાં પણ તમારે ડટેલા રહેવું પડશે. લવ રિયા. યુઝર્સ આ પોસ્ટ પર તેમના મિક્સ રિએક્શન આપી રહ્યા છે.

જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી ચર્ચામાં આવી હતી. જ્યારે એનસીબી દ્વારા ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેટલો સમય જેલમાં પસાર કર્યા પછી હાલમાં તે જમાનત પર છૂટી છે. ધીમે ધીમે જોવા મળી રહ્યું છે રે રિયા ફરીથી પોતાની લાઈફની શરૂઆત કરી રહી છે. તેણે થોડા દિવસો પહેલા જ સુશાંતના પરિવાર પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેની બહેન અને જીજાજી જ સુશાંતને ડ્રગ્સ આપતા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp