સલમાનથી ખૂબ જ નારાજ છે જેકલીન ફર્નાન્ડીસ અને કારણ છે કેટરીના કૈફ

PC: india.com

સલમાન ખાને પોતાની ફિલ્મ 'રેસ 3' ના પ્રમોશન દરમિયાન ખુલાસો કર્યો હતો કે જેક્લીન ફર્નાન્ડિસ જેવું કોઈ નથી. આ વખાણથી સલમાને જણાવી દીધું હતું કે તેને જેક્લીન કેટલી પસંદ છે પરંતુ હવે જેક્લીન સલમાનથી ખૂબ જ નારાજ છે અને તેનું કારણ છે કેટરીના કૈફ. સલમાન ખાનની નવી ફિલ્મ 'ભારત'માં જ્યારે પ્રિયંકાની જગ્યાએ કેટરીનાને લેવામાં આવી ત્યારથી જેક્લીન સલમાનથી નારાજ છે.

શરૂઆતમાં પ્રિયંકાને આ રોલ માટે સિલેક્ટ કરવામાં આવી હતી પરંતુ પ્રિયંકાએ ફિલ્મ છોડ્યા પછી આ ફિલ્મની હિરોઈનનો રોલ કેટરીનાને આપવામાં આવ્યો. જેક્લીનને આશા હતી કે આ ફિલ્મ માટે સલમાન તેને જ આ રોલ માટે સિલેક્ટ કરશે પરંતુ એવું થયું નહિ.

 

Dallas ....... finally . 💃💃💃 @jacquelinef143 @aslisona

A post shared by Katrina Kaif (@katrinakaif) on

સલમાન અને જેક્લીનની જોડી 'કિક' અને 'રેસ 3' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી અને તેની સાથે ફિલ્મ કર્યા બાદ સલમાન જેક્લીનના જેટલા વખાણ કરતો હતો તેના પરથી એવું લાગતું હતું કે તેની પહેલી પસંદ જેક્લીન જ હશે, પરંતુ હવે એવું લાગે છે કે કેટરીનાનો નશો હજી સુધી સલમાન પરથી ઉતર્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp