કંગના રણૌત બોલી- મહારાષ્ટ્ર સરકાર મને મિસ ન કરો હું...

PC: twitter.com/KanganaTeam

એકતરફ શનિવારે નવરાત્રિનો શુભારંભ થઈ ગયો, તો બીજી તરફ એક્ટ્રેસ કંગના રણૌત માટે એ દિવસની શરૂઆત કાયદાકીય દાવપેંચોથી થઈ. નોંધનીય છે કે, બાંદ્રા કોર્ટે કાસ્ટિંગ ડાયરેક્ટર સાહિલ અશરફ સૈયદની ફરિયાદ બાદ, હાલમાં જ કંગના અને તેની બહેન વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. તેના પર એક્શન લેતા શનિવારે મુંબઈ સ્થિત બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કંગના રણૌત અને તેની બહેન રંગોલી ચંદેલ પર FIR દાખલ કરવામાં આવી હતી. હવે તેના પર કંગના રનૌતે પણ જવાબ આપ્યો છે.

કંગના રણૌતે નવરાત્રિની તસવીર શેર કરતાં શિવસેના પર પ્રહાર કર્યો હતો. તે લખે છે કે- કોણ કોણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યા છે? જેમ કે હું વ્રત પર છું, તો આ તસવીર આજના સેલિબ્રેશનની છે. એ દરમિયાન મારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. લાગે છે કે, મહારાષ્ટ્રમાં બેઠેલી પપ્પુ સેનાને મારી સાથે ઘણો લગાવ થઈ ગયો છે. મને આટલી બધી મિસ ન કરો, હું જલ્દી જ ત્યાં પાછી આવીશ. કંગનાના આ ટ્વીટ પરથી એ સ્પષ્ટ છે કે, તે મહારાષ્ટ્ર સરકારનો સામનો કરવા પૂરી રીતે તૈયાર છે. એ પહેલા કંગના અને શિવસેના વચ્ચે થયેલું વાકયુદ્ધ કોઈનાથી છુપાયેલું નથી. કંગનાની ઓફિસમાં BMCએ તોડફોડ કરી દીધી હતી. હાલ કોર્ટમાં આ બાબતને લઈને સુનાવણી ચાલી રહી છે. બાંદ્રામાં કરવામાં આવેલી FIRની વાત કરીએ તો, FIR મુજબ કંગના રણૌત અને રંગોલી ચંદેલે પોતાની ટ્વીટ્સ દ્વારા સાંપ્રદાયિક સદભાવ બગાડવા અને મહારાષ્ટ્ર સરકારનું નામ બદનામ કરવાનું કામ કર્યું છે.

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંગનાએ બોલિવુડમાં હિન્દુ અને મુસ્લિમ એક્ટરો વચ્ચે ભેદભાવ પાડી દીધો છે. તે સતત આપત્તિજનક ટ્વીટ્સ કરી રહી છે, જેનાથી ન માત્ર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો તેનાથી નારાજ છે. સોહેલ સૈયદે કોર્ટમાં કંગના વિરુદ્ધ કેસ દાખલ કરવાની અરજી કરી છે. સોહેલ છેલ્લા 15 વર્ષથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડાયરેક્ટરનું કામ કરી રહ્યો છે. સોહેલે કંગના રણૌત પર આરોપ લગાવ્યો છે કે, કંગનાના કારણે આજે બોલિવુડમાં જાતપાત શરૂ થઈ ગઈ છે. નહીં તો 15 વર્ષથી તેણે ઈન્ડસ્ટ્રીમાં એવી પરિસ્થિતિ નહોતી જોઈ. કંગના જે આરોપ લગાવે છે તેનું તેની પાસે કોઈ તથ્ય નથી હોતું, પરંતુ તો પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું કંગનાએ અપમાન કર્યુ છે, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp