26th January selfie contest

શું બંધ થઈ જશે ટીવીનો આ પોપ્યુલર શો? જાણો શું છે હકીકત..

PC: indiatimes.com

ભારતીય ટેલિવિઝન પર એવા ઘણાં ટીવી શો છે, જે વર્ષોથી ચાલી રહ્યા છે. ટ્વિસ્ટ એન્ડ ટર્નને કારણે આ રીતના શો ચાલ્યા કરે છે. એવો જ એક શો છે યે હે મોહબ્બતે. એકતા કપૂરનો આ શો વર્ષ 2013થી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. ભલે આ શો 6 વર્ષથી ચાલી રહ્યો છે, પણ દર્શકો હજુ પણ તેના પર એટલો જ પ્રેમ વરસાવી રહ્યા છે.

પણ પાછલા ઘણાં સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ શો બંધ થવા જઈ રહ્યો છે. જોકે, આ ન્યૂઝની વચ્ચે દર્શકો માટે ખુશીના સમાચાર છે. શોમાં દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. હાલમાં કરણનું પાત્ર રમણ ભલ્લા શોમાં દેખાઈ રહ્યો નથી. લોકોને એમ હતુ કે તેણે શો છોડી દીધો છે. જેના સ્થાને એક્ટર ચૈતન્ય ચૌધરીએ એન્ટ્રી કરી હતી. જે શોમાં રમણ ભલ્લા બનીને આવ્યો હતો. હવે શોમાં ટ્વિસ્ટ આવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Same time ... Different year ..... #Budapest #YehHaiMohobbatein #ThrowBack

A post shared by Karan Patel (@karan9198) on

આ ટ્વિસ્ટ છે કરણ પટેલની શોમાં વાપસી. જેનો ખુલાસો કરણ પટેલે જાતે જ કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું, મને એ નથી સમજાતું કે લોકો એમ કેમ વિચારી રહ્યા છે કે મેં શો છોડી દીધો છે. બલ્કે હકીકતમાં તો મેં શોમાંથી બ્રેક લીધો હતો. મારા અન્ય કામને કારણે હું શોમાં દેખાય રહ્યો નહોતો. હવે તે કામ પૂરુ થઈ ગયું છેે, તો હું ટૂંક સમયમાં દર્શકોને શોમાં ફરી પાછો રમણના પાત્રમાં જોવા મળીશ. આ શોમાં મારા માટે ઘણો ખાસ છે.

 
 
 
View this post on Instagram

Aa raha hu mai ....

A post shared by Karan Patel (@karan9198) on

પાછલા ઘણાં સમયથી એવી ખબરો ચાલી રહી હતી કે આ સિરિયલ બંધ થવા જઈ રહી છે. આવતા મહિને ડિસેમ્બરમાં તે બંધ થઈ જશે. જોકે, એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, શો બંધ તો થશે પણ તેના સ્થાને તેનો સ્પીન ઓફ શો આવી શકે છે. યે હે ચાહતે નામની આ સ્પિન ઓફ કરણની સિરિયલનું સ્થાન લઈ શકે છે. હાલમાં તો ફેન્સ માટે ખુશીના સમાચાર છે કે, કરણ શોમાં ફરી વાપસી કરી રહ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp