કરીના કપૂરે 26 હજારનું માસ્ક પહેરી ફેન્સને આપી આ સલાહ

PC: instagram.com/kareenakapoorkhan/

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી અવગત કરાવતી રહે છે. તે અવારનવાર પોતાના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાનો એક માસ્ક પહેરેલો ફોટો પોસ્ટ કરીને ફેન્સને કોરોના સામે સાવધાની રાખવાની અપીલ કરી હતી.

મુંબઈમાં કોરોના વાયરસના આંકડા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લાં કેટલાક સમયમાં જ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, પરેશ રાવલ, વિક્કી કૌશલ, ગોવિંદા, ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર સહિત ઘણા બધા એક્ટર્સ તેની ચપેટમાં આવી ગયા છે. એવામાં ઈન્ડસ્ટ્રીમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટાર્સ ફેન્સને વિનંતી કરી રહ્યા છે કે તેઓ કોવિડના નિયમોનું યોગ્યરીતે પાલન કરે. હાલમાં જ એક્ટ્રેસ કરીના કપૂર ખાને પણ પોતાના ફેન્સને આવી જ અપીલ કરી છે. પરંતુ આ દરમિયાન ચર્ચાનો વિષય બની ગયું તેનું માસ્ક. જેની કિંમત ખરેખર ચોંકાવનારી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનારી એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી ફેન્સને અવગત કરાવતી રહે છે. એક્ટ્રેસે હાલમાં જ માસ્ક પહેરેલો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. ફોટામાં કરીના કાળા કલરનું માસ્ક પહેરેલી દેખાઈ રહી છે. જણાવી દઈએ કે, ફોટામાં કરીના કપૂરે જે બ્લેક કલરનું માસ્ક પહેર્યું છે તે એટલું સસ્તું પણ નથી. માસ્ક પર સફેદ કલરનું LVનું સિમ્બોલ પણ દેખાઈ રહ્યું છે. આ માસ્ક એક સિલ્ક પાઉચની સાથે મળે છે. આ બ્રાન્ડની વેબસાઈટ પર જો તમે જશો તો દેખાશે કે આ માસ્કની કિંમત 355 ડૉલર છે. ભારતીય કરન્સીમાં તેની કિંમત 25994 રૂપિયા છે.

જણાવી દઈએ કે, વર્ષ 2021 કરીના કપૂર માટે ખૂબ જ ખાસ રહ્યું છે. તેણે 21 ફેબ્રુઆરી, 2021ના રોજ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો. એક્ટ્રેસ પોતાના ઘરમાં ન્યૂલી બોર્ન કિડની ખૂબ જ સારી રીતે કાળજી રાખી રહી છે અને તેની સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે તે આમિર ખાન સાથે મોટા પ્રોજેક્ટ ‘લાલ સિંહ ચડ્ઢા’માં દેખાશે. ફિલ્મની રીલિઝ ડેટ 25 ડિસેમ્બર, 2021 રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp