સોનમે કરીના સાથે કર્યા ભાંગડા, 'બોલે ચૂડિયા' પર કમર મટકાવી, જુઓ વીડિયો

PC: instagram.com/vdwthefilm

બોલિવુડની એક્ટ્રેસ કરીના કપૂર આજકાલ તેની ગર્લ ગેંગ સાથે તેમની આગામી ફિલ્મ 'વીરે દિ વેડિંગ'ના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે. તેવી જ રીતે ગઈકાલે સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયા ફિલ્મના પ્રમોશન માટે રેડએફની ઓફિસે પહોંચ્યા હતા.

અહીં ચારેય અભિનેત્રીઓએ તેમની ફિલ્મનું ગીત 'ભાંગડા તા સજદા' પર ઠુમકા લગાવ્યા હતા. તૈમૂરના જન્મ પછીની કરીનાની આ પહેલી ફિલ્મ છે. સોનમ કપૂર સાથે ભાંગડા કર્યા પછી કરીનાએ તેની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ના ગીત 'બોલે ચૂડિયા' પર પણ ડાન્સ કર્યો હતો, જેમાં તેનો સાથે સોનમ અને સ્વરાએ આપ્યો હતો.

'વીરે દિ વેડિંગ' ચાર છોકરીઓની મિત્રતા પર આધારિત છે. આ ફિલ્મમાં પહેલી વખત સોનમ કપૂર અને કરીના સાથે જોવા મળશે. ફિલ્મ ચાર અભિનેત્રીઓ સિવાય સુમિત વ્યાસ પણ મુખ્ય રોલમાં જોવા મળશે. ફિલ્મ 1 જૂનના રોજ રીલિઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp