કાર્તિક આર્યને એરપોર્ટ પર દીપિકાને શીખવાડ્યો ‘ધીમે ધીમે’ ડાંસ સ્ટેપ, જુઓ વીડિયો

PC: gstatic.com

બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યને અદાકારા દીપિકા પાદુકોણને મુંબઈ એરપોર્ટ પર ‘ધીમે ધીમે’ ગીતનો ડાંસ સ્ટેપ શીખવ્યો હતો. કાર્તિક દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

 
 
 
View this post on Instagram

This is how they roll #deepikapadukone and #kartikaaryan must actually do a film together ❤

A post shared by Viral Bhayani (@viralbhayani) on

દીપિકા પાદુકોણ ‘ધીમે ધીમે’ ગીતનો ડાંસ સ્ટેપ સરળતાથી અને ઝડપથી શીખી ગઈ હતી. શરૂઆતમાં દીપિકા જરા અટવાતી હતી પણ બાદમાં તરત જ તે આ સ્ટેપ શીખી ગઈ હતી. દીપિકા તથા કાર્તિક જ્યારે સાથે આ ડાંસ સ્ટેપ્સ કરતાં હતાં ત્યારે આજુબાજુ લોકોની ભીડ જમા થઈ ગઈ હતી અને તેમણે તાળીઓ પાડીને આ બંનેને ચિઅર કર્યાં હતાં.

 
 
 
View this post on Instagram

Aced it @deepikapadukone 🤟🏻#DheemeDheemeChallenge 🔥 . . #PatiPatniAurWoh 6thDec #5DaysToGo

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

દીપિકા પાદુકોણે 30 નવેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘ધીમેધીમેચેલેન્જ’ સ્વીકારી હતી અને કાર્તિકને વિનંતી કરી હતી કે તે તેને આ સ્ટેપ શીખવાડે. તેનો જવાબ આપતા કાર્તિકે કહ્યું હતું, જી, જરૂર..તમે જલ્દી શીખી જશો. ક્યારે શીખવાડું?

 
 
 
View this post on Instagram

#DheemeDheemeChallenge has reached d next level 🔥 @deepikapadukone 💃🏻🕺🏻 Too much fun 🎶

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં ‘ધીમે ધીમે’ ગીતમાં કાર્તિક આર્યનના સિગ્નેચર સ્ટેપ વાયરલ થયા છે અને યૂઝર્સ એકબીજાને ‘ધીમેધીમે ચેલેન્જ’ આપી રહ્યાં છે. આ ગીત સિંગર ટોની કક્કર તથા નેહા કક્કરે ગાયું છે. આ સોંગ ટૂંક સમયમાં જ પાર્ટી એન્થમ બની ગયું છે. ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ 6 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર તથા અનન્યા પાંડે છે. ફિલ્મનું નિર્દેશન મુદસ્સર અજીજે કર્યું છે.

દીપિકાની ફિલ્મોની વાત કરીએ તો અભિનેત્રી મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. જે એસિડ અટેકે સર્વાઈવર પર આધારિત છે. તે ઉપરાંત દીપિકા ફિલ્મ 83માં જોવા મળશે. જેમાં તે રણવીર સાથે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp