26th January selfie contest

આમિર ખાને કેમ વારંવાર માગી 'KGF'ના મેકર્સ અને એક્ટર પાસે માફી? જણાવી મજબૂરી

PC: indiatoday.in

આમિર ખાનની સ્ટાર ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા' અને યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'KGF 2'ની રીલિઝ ડેટ 14 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે. જોકે આમિર ખાન પોતાની રીલિઝ ડેટ માટે 'KGF'ના પ્રોડ્યુસર્સ પાસે ક્લેશિંગને લઈને માફી માગી ચુક્યો છે. આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'ની ફેન્સ ખૂબ રાહ જોઈ રહ્યા છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, આમિર ખાને આ ફિલ્મની રીલિઝ ડેટને લઈને એક નવો ખુલાસો કર્યો છે.

આમિર ખાને કહ્યું કે, તે 'KGF'ના મેકર્સ અને સ્ટાર એક્ટર યશ પાસે આ વાતની માફી માગી ચુક્યો છે કેમ કે તેણે 'KGF 2'ની રીલિઝના દિવસે જ ફિલ્મની રીલિઝ ડેટ પસંદ કરી છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાને જણાવ્યું કે, ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સના કારણે તેને પૂરી કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે. આમિર ખાન કહે છે કે, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર કામને લઈને અહીં અમારી પાસે બે જ ઓપ્શન બચે છે અથવા તો અમે ઉતાવળમાં ફિલ્મ કમ્પલિટ કરી લઈએ અથવા તો ક્વોલિટી કામ પર ફિક્સ કરતા થોડો વધુ સમય લઈએ.

તેણે કહ્યું કે, મને ઉતાવળ પસંદ નથી એટલે મેં ફિલ્મ પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય લીધો છે. યશની ફિલ્મ 'KGF 2'ની રીલિઝ ડેટ પર પોતાની ફિલ્મને લાવવાના અફસોસ પર આમિર ખાન કહે છે કે અમે તેમની ટીમ સાથે એક નાનકડી ડીલ કરી લીધી છે. તેમણે અમને ઓફર આપી છે કે હું તેમની ફિલ્મને પ્રમોટ કરું. સ્પષ્ટતા કરતા આમિર ખાન કહે છે કે, મેં પણ બાકી મેકર્સ અને પ્રોડ્યુસર્સ દ્વારા પહેલાથી નક્કી કરવામાં આવેલી ડેટ્સ પર પોતાની ફિલ્મ રીલિઝ કરી નથી. હું લોકોના ધ્યાનમાં આ ઇમ્પ્રેશન ક્યારેય બનાવવા માગતો નથી કે હું બીજાઓની ટેરિટેરીને ટ્રેસપાસ કરી રહ્યો છું.

જોકે હું પોતાની જિંદગીમાં પહેલી વખત શિખની ભૂમિકા ભજવી રહ્યો છું તો મારી ફિલ્મની રીલિઝ માટે વૈશાખથી સારો દિવસ નહીં હોય શકે. આમિર ખાન કહે છે કે જ્યારે હું લાલ સિંહની રીલિઝ ડેટ ફાઇનલ કરી રહ્યો હતો તો તે પહેલા મેં 'KGF'ના પ્રોડ્યુસર વિજય, ડિરેક્ટર પ્રશાંત અને એક્ટર યશ પાસે ઘણી વખત માફી માગી હતી. મેં રીતસરનું પોતાનું કારણ અને અને પરેશાની લખીને મોકલી છે. સાથે જ એમ પણ કહ્યું કે મારી ફિલ્મ માટે વૈશાખીનો દિવસ જ આઇડિયલ છે.

તેમણે મારી દરખાસ્ત સમજી અને તેઓ એક જ દિવસે રીલિઝ માટે રાજી પણ થઈ ગયા. હું તેમના જેસ્ચરથી ખૂબ ટચ્ડ થઈ ગયો છું. મારી તો યશ સાથે ઘણા સમય સુધી વાતચીત પણ થઈ. મેં તેને સમજાવ્યો કે, 'KGF' હવે એક સ્ટેબલિશ બ્રાન્ડ થઈ ચૂકી છે તો લોકો જરુર તેની સીક્વલ માટે જશે. જોકે તેમની એક્શન પેક્ડ ફિલ્મ છે અને મારી ફેમિલી લવ સ્ટોરી, બંને ફિલ્મોમાં કોઈ સમાનતા છે જ નહીં. તો આશા છે કે આ બંને જ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર કોઈ અસર નહીં પડે. મેં યશને વાયદો પણ કર્યો છે કે હું 14 એપ્રિલના રોજ થિયેટરમાં જઈને ફિલ્મ જોઈશ. 'લાલ સિંહ ચડ્ડા'ની વાત કરીએ તો તે હોલિવુડ ક્લાસિક ફિલ્મ 'ફોરેસ્ટ ગંપ'ની ઓફિશિયલ રીમેક છે. ફિલ્મ મહામારીના કારણે ટળેલી શૂટિંગના કારણે ઘણી ડિલે થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp