ધ ગ્રેટ રજનીકાંતને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ

અનોખી અદાના માલિક થલાઇવા, ધ ગ્રેટ રજનીકાંત કે જેમને ફોર્બ્સ ઇન્ડિયાએ મોસ્ટ ઇન્ફ્લુએન્શનલ ઇન્ડિયન ઓફ 2010ના એવોર્ડથી સન્માનિત કર્યા છે, તેવા ધ સુપરસ્ટાર રજનીકાંતનો આજે જન્મદિન છે. રજનીકાંત ન માત્ર બોલિવુડ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે પરંતુ તેઓ સેવા કાર્યમાં પણ અવ્વલ છે. તેઓ ચેન્નઇમાં ધ આશ્રમનામની શાળા પણ ચલાવે છે. રજનીકાંતને એક ઇન્ટવ્યુમાં એવું પૂછવામાં આવ્યુ હતુ કે તેઓની એક્ટીંગ કરીયરમાં શું નથી ગમતું તો તેઓને પર્સનલ બાબત પર થતી જાહેરાત બહુ મોટો અણગમો છે. રજનીકાંત તેમની ફિલ્મી કરીયરમાં તેમની સ્ટાઇલથી ખૂબ જ જાણીતા છે. તેના ગોગલ્સ પહેરવાની સ્ટાઇલ, તેમની ફાઇટિંગની સ્ટાઇલ જે તે સમયે એટલી પ્રચલિત થઇ હતી કે તેને થલાઇવા સ્ટાઇલ તરીકે ઓળખાવી દીધી હતી. રજનીકાંત ના જીવનની અજાણી વાતો જાણવા માટે જુઓ વીડિયો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.