મનમર્જિયાં: તાપસીની પોસ્ટથી શીખ સમુદાયનાં લોકો ગુસ્સે ભરાયા

PC: getfitso.com

ગત શુક્રવારે રીલિઝ થયેલી અભિષેક બચ્ચન, વિક્કી કૌશિક અને તાપસી પન્નૂ સ્ટારર ફિલ્મ ‘મનમર્જિયાં’ બોક્સ ઓફિસ પર ભલે વધુ કમાલ ન બતાવી શકી, પરંતુ રીલિઝ બાદથી જ આ ફિલ્મ ચર્ચા અને વિવાદોમાં ઘરેયેલી છે. રીલિઝનાં દિવસે ફિલ્મનાં ડિરેક્ટર અનુરાગ કશ્યપને લોકોએ ટ્રોલ કર્યો, પરંતુ આ સિલસિલો હવે થોભવાનું નામ નથી લઈ રહ્યો. અનુરાગે તો માફી માંગી લીધી હતી, પરંતુ પોતાને દિલ્હીની શીખણી કહેનારી તાપસીએ હવે એક એવું ટ્વિટ કર્યું છે, જેનાં કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

તાપસીએ ટ્વિટર પર અંગ્રેજીમાં લખ્યું છે, જેનો હિન્દી અર્થ છે, મને વિશ્વાસ છે કે વાહેગુરુએ જરૂર દારૂ પીવાની અનુમતિ આપી હશે, પરંતુ સ્મોકિંગ કરવાની નહીં. નહીં તો આટલા સમજદાર, પવિત્ર અને ધાર્મિક લોકો વિરોધ શા માટે કરતે? તાપસી પન્નૂની આ પોસ્ટ સાથે જ શીખ સમુદાયનાં લોકો ફરી ગુસ્સે થઈ ગયા.

અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મનમર્જિયાં’નાં એક સીનમાં રોબિનું કેરેક્ટર પ્લે કરતો અભિષેક પોતાની પાઘડી ઉતારીને સિગરેટ પીતો બતાવ્યો છે. જેને કારણે શીખ સમુદાયનાં લોકોની લાગણી દુભાઈ હતી અને તેમણે ટ્વિટર પર અનુરાગને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. આથી, અનુરાગ કશ્યપે ટ્વિટર પર લોકોની માફી માંગતી પોસ્ટ મૂકતાં મામલો શાંત પડ્યો હતો. જોકે, તાપસી પન્નૂની આ પોસ્ટને કારણે ફરી વિવાદ શરૂ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp