બેલા હદીદે દાન કર્યા 600 છોડવા, તેની પાછળનું કારણ રમૂજી છે

PC: gstatic.com

આતંરરાષ્ટ્રીય સુપરમોડલ બેલા હદીદે પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સંભાળતા 600 છોડવા દાન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળનું કારણ મજેદાર છે. આ નિર્ણય તેણે પોતાના મોડલિંગ કરિયરને આગળ લઈ જવા માટે કરેલી વિમાન મુસાફરીથી ઉત્પન થયેલા કાર્બન ડાયોક્સાઈડના વળતર પેટે લીધો છે.

બેલા હદીદે 600 છોડવા દાન કરવાની જાહેરાત તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા કરી છે. ઈન્સ્ટાગ્રામ પર છોડવાનું દાન કરવાની જાહેરાત કરતા બેલાએ લખ્યું કે, તે છોડવા રોપીને તે કાર્બન ડાયોક્સાઈડનું વળતર વાળશે, જે તેને કારણે પર્યાવરણમાં ફેલાયું છે.

મોડલે લખ્યું કે, છોડવા રોપવા માટે 600 છોડ દાન કરી રહી છું. પાછલા 3 મહિનાઓમાં મેં જેટલી વિમાન મુસાફરી કરી છે, તે પ્રત્યેક ઉડાન માટે 20 છોડવા દાન કરી રહી છું. અને તે આવનારા વર્ષો માટે પણ ચાલું જ રહેશે.

તે લખે છે, મને એ જાણીને ઘણું દુખ થયું કે મારું કામ કઈ રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. ને દુનિયાને પ્રભાવિત કરી રહ્યું છે.

બેલાએ 16 વર્ષની ઉંમરમાં મોડલિંગમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. 2014માં તેણે ન્યૂયોર્ક ફેશનવીકમાં ડેબ્યૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp