નીતા અંબાણી પાસે છે આ ખાસ સાડીઓનું કલેક્શન, કિંમત જાણી રહી જશો દંગ

PC: herzindagi.info

દેશના સૌથી ધનવાન વ્યક્તિની પત્નીથી બિઝનેસ વુમનની ઓળખ બનાવી ચુકેલી નીતા અંબાણીના તમે ઘણા સુંદર ફોટાઓ જોયા હશે. પરંતુ આ ફોટાઓમાં દેખાતી સાડીઓ પર તમે ક્યારેય ધ્યાન નહીં આપ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે, નીતા અંબાણીની એક સાડીની કિંમતમાં તમે યુરોપ ટ્રિપ કરી શકો છો.

પોતાની રોયલ લાઈફસ્ટાઈલને લઈને હંમેશાં ચર્ચામાં રહેતી નીતા અંબાણીની પાસે એવી ઘણી સાડીઓ છે, જે તેના લુક્સને સૌથી ખાસ બનાવે છે.

વિવાહ પાતુ સાડી

નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના CEO પીરામલ નથવાનીના દીકરાના લગ્નમાં ચેન્નાઈથી સિલ્ક ડિરેક્ટર શિવાલિંગમ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી આ વિવાહ પાતુ સાડી પહેરી હતી. આ સાડીની સાથે ડિઝાઈનર બ્લાઉઝ પણ હતું, જેના પાછળના ભાગમાં શ્રીનાથજીની છબિ હતી. આ સાડી ફેમસ આર્ટિસ્ટ રાજા રવિ વર્માની પેઈન્ટિંગ રેપ્લિકા ડિઝાઈનના આધાર પર બનાવવામાં આવી હતી. સાડીમાં સોનાના તારોનું વર્ક હતું. સોના ઉપરાંત તેમાં એમરલ્ડ, રૂબી, પોખરાજ, પર્લ જેવા રત્નોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાડીને ચેન્નાઈના કાંચીપુરમની 36 મહિલા કારીગરોએ બનાવી હતી. તેનું વજન 8 કિલો છે. તેને બનાવવામાં 1 વર્ષનો સમય લાગ્યો હતો. આ સાડીને સંપૂર્ણપણે હાથોથી બનાવવામાં આવી હતી. જેમાં મશીનનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો. આ જ કારણે આ સાડીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવી છે. નીતા અંબાણીની આ સાડીની કિંમત આશરે 40 લાખ રૂપિયા છે.

હેરિટેજ ગુજરાતી કલેક્શન

ફેશન ડિઝાઈનર અબૂ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી મલ્ટીકલર હેરિટેજ ગુજરાતી કલેક્શનને નીતા અંબાણીએ પોતાની દીકરી ઈશાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પહેરી હતી. આ સાડી મલ્ટીકલર થ્રેડથી તૈયાર કરવામાં આવી હતી. આ હેરિટેજ ગુજરાતી કલેક્શનની કિંમત 2-3 લાખ રૂપિયા છે.

પેસ્ટલ પિંક સાડી

દીકરા આકાશ અંબાણીના લગ્નના ફંક્શનમાં નીતા અંબાણીએ ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરાયેલી પેસ્ટલ પિંક કલરની સાડી પહેરી હતી. સાથે હેવી ગ્રીન કલરની હેરિટેજ જ્વેલરી પહેરી હતી. આ સાડીની કિંમત આશરે 4.25 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જરદોશી ગોટા પટ્ટી સાડી

એન્ટીલિયામાં આયોજિત નવરાત્રી પાર્ટીમાં નીતાએ ડિઝાઈનર તરૂણ તિહલાની દ્વારા તૈયાર કરાયેલી જરદોશી ગોટા પટ્ટી સાડી પહેરી હતી. આ સાડીની કિંમત આશરે 3થી 4 લાખ રૂપિયાની વચ્ચે છે.

જરદોશી એમ્બ્રોઈડરી સાડી

જિયો ફાઉન્ડેશન ઈવેન્ટ પર નીતા અંબાણીએ સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવેલી પીચ ક્લાસિક સાડી પહેરી હતી. આ સાડીને જરદોશીના હેન્ડ વર્કથી તૈયાર કરવામાં આવી હતી. આ સાડીની કિંમત 4થી 5 લાખ રૂપિયાની વચ્ચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp