‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ જોવા જતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

PC: theprint.in

‘ધ એક્સિટડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મનું નામ આવતા જ આપણા મનમાં અનેક સવાલો ઊભા થાય છે. ‘ધ એક્સિટડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ને માત્ર એક ફિલ્મની રીતે લઈએ અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતો ભૂલી જઈએ તો આ એક ખૂબ જ નબળી ફિલ્મ છે, જે પ્રોડક્શન અને ટ્રીટમેન્ટના નજરીયાથી નિરાશ કરશે. ફિલ્મમાં અનુપમ ખેર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છે, જ્યારે અક્ષય ખન્નાએ સંજય બારુનું કેરેક્ટર પ્લે કર્યું છે. આખી ફિલ્મ આ બંને કેરેક્ટરની આસપાસ જ ફરતી રહે છે. ફિલ્મમાં મનમોહન સંજય બારુને પોતાનો સંજય કહે છે. આ રીતે મનમોહન સિંહના જીવનની મહાભારતને સંજયની નજરોથી જોવાની તક મળે છે.

‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મ’ની શરૂઆત 2004માં સોનિયા ગાંધીના વડાપ્રધાન પદ છોડવાની સાથે થાય છે અને મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવામાં આવે છે. ત્યારબાદ જર્નાલિસ્ટ સંજય બારુની એન્ટ્રી થાય છે અને મનમોહન સિંહના માનીતા હોવાને કારણે તેને મીડિયા એડવાઈઝર બનાવવામાં આવે છે. સંજય બારુ દરેક વસ્તુ પોતાના અનુસાર ચલાવવા માંગે છે અને ઘણીવાર તો ફિલ્મમાં એવું લાગે છે કે તે PMOને ચલાવવા માંગે છે. ફિલ્મમાં કેટલાક મહત્ત્વપૂર્ણ સીન્સમાં રીયલ ફુટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે કે ક્યાંક ડોક્યુમેન્ટરીનો અનુભવ પણ આપે છે. ફિલ્મમાં મનમોહન સિંહને વિનમ્રને બદલે ડરપોક બતાવાયા છે, જે વાત ખૂંચે એવી છે.

રેટિંગ્સ

NDTV: 1.5 સ્ટાર્સ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાઃ 3.5 સ્ટાર્સ

ટાઈમ્સ નાઉઃ 3 સ્ટાર્સ

IMDb: 4 સ્ટાર્સ

‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં એક્ટિંગની વાત કરીએ તો અનુપમ ખેરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કેરેક્ટરને આબેહૂબ પડદા પર ઉતારવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ તેના બોલવાનો અંદાજને કારણે ઘણીવાર હસવુ આવી જાય અને ઘણા સીનમાં તેની ચાલ પણ ખટકે છે. મનમોહન સિંહનું કેરેક્ટર ઘણીવાર ફિલ્મમાં કોમેડિયન જેવું લાગે છે. એ વાત ખટકે છે. આખી ફિલ્મ પર અક્ષય ખન્ના છવાયેલો રહે છે. અક્ષય ખન્ના અને અનુપમ ખેરે સારી મહેનત કરી છે.

ટૂંકમાં કહીએ તો, આવી ફિલ્મ ધીરજ માંગી લે છે, આ ફિલ્મમાં તેની જ કમી જોવા મળે છે.

ફિલ્મઃ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’

ડિરેક્ટરઃ વિજય રત્નાકર ગુટ્ટે

સ્ટાર કાસ્ટઃ અનુપમ ખેર, અક્ષય ખન્ના

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp